પ્રિયંકા અને રાહુલ ગાંધી આ દિવસે અમદાવાદમાં કરશે રોડ-શો, ભાજપને આવશે ટેન્શન

priyanka gandhi news

દક્ષિણ ગુજરાતમાં લાલડુંગરી ખાતે જનઆક્રોશ રેલી સંબોધીને રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે. હવે કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા ગુજરાતમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાનુ નક્કી કર્યુ છે. સૌ પ્રથમવાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૨8મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. અમદાવાદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા રોડ શો કરવાના છે. જેને પગલે ભાજપને અત્યારથી ટેન્શન આવે તેવી સંભાવના છે. રાહુલ ગાંધીનો લાલ ડુંગરીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ગુજરાતમાં પ્રિયંકાનો પ્રથમવાર રોડ શો હોવાથી કોંગ્રેસ પણ તૈયારીમાં લાગી ગઈ છે. યોગીના ગઢમાં પ્રિયંકાના રોડ શો ને ભારે સફળતા મળી હતી. જેને પગલે કોંગ્રેસે પ્રિયંકા અને રાહુલ ગાંધીનો રોડ શો અમદાવાદમાં કરવાનું આયોજન કર્યું છે. ભાજપ અમદાવાદમાં મજબૂત હોવાથી કોંગ્રેસે અમદાવાદને ટાર્ગેટ બનાવ્યું છે.

દર વર્ષે યોજાતી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આ વખતે અમદાવાદમાં મળી રહી છે. સંગઠનને વધુ મજબૂત બનાવવાથી માંડીને વિપક્ષ તરીકે કેવી ભૂમિકા અદા કરવી તે અંગેની ચર્ચા કરવામાં આવનાર છે. કોંગ્રેસે પક્ષ ઉપરાંત ચૂંટણીની ચર્ચા કરવા મોદીના હોમસ્ટેટ ગુજરાતની પસંદગી કરી છે.

ગુજરાતમાં કોંગ્રેસ ફરી સક્રિય થઈ જશે

સુત્રોના મતે, કોંગ્રેસે સત્તાવાર રીતે જણાવ્યુ છેકે, ચાલુ માસના અંતમાં એટલે તા. ૨8મી ફેબુ્રઆરીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહિનસિંઘ સહિત કુલ ૮૫ સિનીયર કોંગ્રેસી નેતાઓ હાજરી આપી શકે છે. રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થયા બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રથમવાર આવી રહ્યા છે. આ ઉપરાંત થોડાક દિવસોમાં રાહુલ ગાંધી ફરી ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે આવી શકે છે. અમરેલીમાં રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરાયુ છે. આમ, કોંગ્રેસે હવે લોકસભાની ચૂંટણીમાં ય ગુજરાતમાં અવરજવર વધારવા નક્કી કર્યુ છે.

ઉમેદવારોની ચર્ચા કરવા આજે પ્રદેશ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક મળશે

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયા શોધવાની કવાયત હાથ ધરી છે જેના ભાગરુપે આવતીકાલ શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની એક બેઠક મળી રહી છે જેમાં સાંસદ અહેમદ પટેલ,પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં લોકસભા મતવિસ્તારના નિરીક્ષકોએ ઉમેદવાર વિશે આપેલા અહેવાલ વિશે ચર્ચા કરાશે. ઘણી બેઠકોમાં ત્રણ કરતા વધુ ઉમેદવારો છે પરિણામે કોંગ્રેસ માટે ઉમેદવારની પસંદગી કરવી અઘરી બની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter