GSTV
Gujarat Government Advertisement

UPIમાં ટ્રાન્ઝેક્શનની લિમીટ વધારીને 2 લાખ રૂપિયા થઇ શકે છે, જોવા મળશે નવા ફીચર્સ……..

Last Updated on July 5, 2018 by

બેંક ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની ફીચર્સ અપડેટ કરી રહ્યું છે. તેમાં ટ્રાન્ઝેક્શનની લિમનિટને 1 લાખ રૂપિયા વધારીને 2 લાખ રૂપિયા કરી શકાય છે. રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંકના અત્યાર સુધી UPIનું બીજું એક ફીચર ‘સ્ટેન્ડિંગ ઇન્ટ્રક્શન’ને અત્યાર સુધી મંજૂરી મળી નથી.

જો કે એક અધિકારીએ જણાવ્યું છે કે રિઝર્વ બેંકથી બાકી બધી મંજૂરી મળી ગઇ છે પરંતુ ‘સ્ટેન્ડિંગ ઇન્ટ્રક્શન’ની સુવિધાને મંજૂરી મળી નથી. એ હેઠળ ગ્રાહક પોતાની બેંકને કોઇ ટ્રાન્ઝેક્શન રિપીટ કરવાની સુવિધા મળે છે. એ એવું જ છે જેવી રીતે તમે તમારી બેંકને લોન માટે ઓટો ડેબિટની મંજૂરી આપો છો. બાદમાં ઓટોમેટિકલી એનાથી પૈસા કપાતા રહે છે.

બીજા એક અધિકારીના જણાવ્યા અનુસાર ‘ભારતમાં કોઇ ટ્રાન્ઝેક્શનને 2 તબક્કામાં પૂર્ણ કરવાનું હોય છે. એ એની પર લાગૂ નથી થતું એટલા માટે મંજૂરી મળી નથી.’ એમના પ્રમાણે NPCI થોડાક સપ્તાહમાં જ UPI 2 માટે કોઇ બેંકરને નિયુક્ત કરી શકે છે. એમા ગ્રાહકોને લિમીટ 2 લાખ હોવાની સાથે બીજા ગણા ફીચર્સ પણ મળશે. તેમાં ઓવરડ્રાફ્ટની સુવિધા છે. તેમજ બ્લોક પેમેન્ટનો વિકલ્પ પણ મળશે. સાથે જ પેમેન્ટનું બિલ પણ મળશે.

જૂનમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 30% નો વધારો નોંધાયો છે. એના દ્વારા 24.6 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. જૂનમાં આશરે 40,834 કરોડ રૂપિયાનું ટ્રેન્ઝેક્શન થયું, મે માં આ 33,288 કરોડ રૂપિયાનું થયું હતું.

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!