GSTV

શું તમે સરળતાથી ચમકદાર ચહેરો મેળવવા માગો છો? તો ઘર પર જ કરો આ રીતે ફેશિયલ

હાલમાં દેશભરમા લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે આ સીઝનમાં દરેક સ્ત્રી અને યુવતી આકર્ષક અને સુંદર દેખાવવા માગે છે. જે માટે દરેક મહિલાઓ ઘણી રીત અપનાવે છે અમે પાર્લરમાં પોતાનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને ફેશિયલ માટે મહિલાઓ પાર્લરમાં લાંબો સમય કાઢી નાખે છે, પરંતુ શું તમે જાણો છો કે, તમે ઘરે બેઠા પણ આ રીતને અજમાવી શકો છો અને તમારા ચહેરાના નિખારને મેળવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે તમે ઘરે બેઠા જ ફેશિયલ કરી શકો છો.

ફેશિયલ કરવાની રીત

  • સૌ પ્રથમ ચહેરાને સારી રીતે ક્લીંઝરની મદદથી સાફ કરી દો. ત્યારબાદ એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને તેને ચહેરા અને ગળા પર લગાવી દો. બાદમાં ભીના ટુવાલથી ચહેરાને લુંછીને સાફ કરો.
  • હવે તમારા ચહેરા પર સ્ક્રબ લગાવો. જો તમારી પાસે રેડીમેડ સ્ક્રબ નથી, તો તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તે માટે તમે 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડને લેઈને ફેસ ક્રીમમાં મિક્સ કરી દો. જોવો તમારુ સ્ક્રબ તૈયાર છે. સ્ક્રબને તમારા ચહેરા અને ગળા પર હાથને ગોળ ફેરવીને નીચેથી ઉપરના તરફ લગાવો. હવે તમારા ચહેરોને ઉપર કરો અને ગળાના ભાગને નીચેથી ઉપર સુધી માલિશ કરો. હવે ભીના ટુવાલ વડે ચહેરાને સાફ કરી લો
  • હવે મસાજ ક્રીમને લઈને ચહેરા પર સર્કુલર મોશનમાં આંગળીઓ ચલાવો અને 5 થી 8 મિનિટ સુધી માત્ર મસાજ કરો.
  • સૌથી છેલ્લે ફેસ પેક લગાવો. તેમાં પણ ઘરે બનાવેલુ અથવા તો બજારમાથી ખરીદીને લાવેલા ફેસ પેકનો વપરાશ કરી શકો છો. જ્યારે પેક સૂકાઈ જાય તો, તને ગુલાબ જળથી લુંછી નાખો. ચહેરાને ધોઈને બાદમાં મોઈશ્વરાઈજર લગાવો. આ સરળ રીતથી તમે ઘરે બેઠા ચમકદાર ચહેરો મેળવી શકો છો.

READ ALSO

Related posts

10 હજાર ફૂટની ઉંચાઈએ બરફમાં આતંકી અને સેના વચ્ચે હાથાપાઈ, 5 જવાન શહીદ

Ankita Trada

રાજુલામાં એક માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો, આ હતું કારણ

Pravin Makwana

લૉકડાઉનમાં ઇન્ટરનેટ સેન્સેશન બની સની લિયોની, હૉટ અંદાજથી જીતી રહી છે લાખોના દિલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!