GSTV
Home » News » રોહિત શર્મા પાસે આ IPLમાં 3 રેકોર્ડ તોડવાની તક, આ તારીખથી થશે ધમાકેદાર પ્રારંભ

રોહિત શર્મા પાસે આ IPLમાં 3 રેકોર્ડ તોડવાની તક, આ તારીખથી થશે ધમાકેદાર પ્રારંભ

Rohit Sharma

હાલ ક્રિકેટ રશિયાઓ IPLની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે IPLની 12મી સિઝનનો તા. 23મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. IPLમાં આમ તો ઘણા બેટ્સમેનો છે જે નવું કારનામું કરતા જ રહ્યા છે, પણ તેમાંનો એક ખેલાડી છે રોહિત શર્મા જે આ સિઝનમાં ત્રણ રેકોર્ડ તોડી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા માટે IPLની આ સિઝન ખુબ મહત્વ રાખે છે. રોહિત શર્મા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનની સાથે ક્રિકેટના તમામ ફોર્મેટનો સારો ખેલાડી છે. આ વખતે IPLમાં રોહિત શર્માની પાસે શાનદાર તક છે જેને પ્રાપ્ત કરીને તે IPLમાં ત્રણ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

બસોથી વધુ સિક્સ : રોહિત શર્મા IPLમાં સિક્સ ફટકારવાનો માહિર ખેલાડી છે. તે IPLમાં 200 સિક્સ પૂરી કરવાની નજીક છે. IPLમાં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે ક્રિસ ગેલ આગળ છે. ગેલના નામે 293 સિક્સ છે. પરંતુ આ વખતે રોહિત શર્માની પાસે તક છે તે IPLમાં 200 સિક્સ ફટકારવાની સિદ્ધિ મેળવી શકે છે. જો તે આ રેકોર્ડ પોતાના નામે કરશે તો આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બની જશે. સૌથી વધુ વખત અડધી સદી ટી20 ક્રિકેટમાં અડધી સદી ફટકારવી થોડું કઠિન કામ છે કારણ કે, આ ફોર્મેટ નાનું હોય છે.

IPLમાં રોહિત શર્માના બેટથી અત્યાર સુધી 34 અડધી સદી નિકળી છે. તો ડેવિડ વોર્નર અને ગૌતમ ગંભીરના નામે સૌથી વધુ 36 અડધી સદી છે. તેવામાં રોહિત શર્મા જો 3 અડધી સદી ફટકારવામાં સફળ થાય તો તે IPLમાં સર્વાધિક અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

સૌથી વધુ ટ્રોફી જીતનાર કેપ્ટન

મુંબઈ ઈન્ડિન્યસના કેપ્ટન રોહિત શર્મા મેદાન પર પોતાની અનુભવીભરી આગેવાનીને કારણે જાણીતો છે. અત્યાર સુધી IPLમાં ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોની અને તેની ટીમન પાસે ત્રણ ટાઇટલ જીતવાનો રેકોર્ડ છે. આ મામલામાં રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ ટાઇટલ જીતીને ચેન્નઈની બરોબરીમાં છે. જો રોહિત શર્માની ટીમ 12મી સિઝનનું ટાઇટલ જીતે તો રોહિત આમ કરનાર IPLનો પ્રથમ કેપ્ટન બની જશે. તો તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ચાર ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની જશે.

Related posts

આજનો દિવસ બેન્કો માટે ઐતિહાસિક, પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ભર્યુ હતું આ સાહસી પગલું

Riyaz Parmar

માથા પર ટોપલું છે કે દોરડું નહી ઓળખી શકો, જાણો શા માટે ચર્ચામાં છે આ શખ્સ!

Path Shah

પાકિસ્તાનથી આવેલી આ આફત સામે લડતાં સરકારને પણ વળી ગયો પરસેવો, બૉર્ડર પર ઉતારી ઑફિસરોની ફોજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!