લીવ ઈનમાં રહીને બાળકો પેદા કરે પછી તેજ સંતાન મા-બાપને પરણાવે, આજ કાલની ફેશન અહીં વર્ષો જુની પરંપરા

સુપ્રિમ કોર્ટ દ્વારા લીવ ઇન રીલેશનશીપનને માન્યતા મળેલી છે પરંતુ ભારતમાં અનેક આદિજાતિસમાજમાં લીવ ઇન રિલેશનશીપ સદીઓ જુની એક પરંપરા છે. જેમાં પતિ પત્ની લગ્નના બંધન વગર વર્ષો સુધી સાથે રહી સંતાનો પણ પેદા કરે છે. સૌૈથી નવાઇની વાત તો એ છે કે મોટા થયેલા સંતાનો જ લીવ ઇન રીલેશનશીપમાં રહેતા માતા પિતાને છેવટે ધામધોમથી પરણાવે છે.

રાજસ્થાનના આબુ વિસ્તારની આસપાસ રહેતા આદિવાસી છોકરા છોકરીઓ ગણગોરા નામથી ઓળખાતા ખાસ મેળામાં લીવ ઇન પાર્ટનર પસંદ કરે છે. ફાગણ મહિનામાં આવતા આ મેળામાં પાર્ટનર પસંદ કરીને છોકરા છોકરીઓ ભાગી જાય છે. બીજા કોઇ ગામમાં પરીવારના માણસોને ખબર ના પડે એવી રીતે ચોરીછુપીથી રહે છે. થોડાક સમય પછી બંને લોકો પોતાના પરીવારને જાણ કરીને લગ્ન માટે મનાવે છે. જો હા પાડે તો પરણે છે નહીંતર આખી જિંદગી લીવ ઇન રિલેશનશીપમાં જ પસાર કરે છે. આ લગ્ન વગરનું જીવન કયારેક તો ૨૦ થી ૨૫ વર્ષ સુધી લંબાઇ જાય છે. આદિવાસી પરંપરામાં લગ્ન વગરના જોડાને પોતાનું ગામ સ્વીકારતું ના હોવાથી તેમણે બહાર જ રહેવું પડે છે.

આ દરમિયાન સંતાનો મોટા થયા પછી માતા પિતાના લગ્ન થાય છે. ત્યાર બાદ જ માતા પિતાને માન્યતા મળે છે. ઘર વસાવવા માટે ઇચ્છુક યુવક યુવતીઓ ગણગોરના મેળાની રાહ જોતા હોય છે. આ ગણ ગોર મેળાને શિવ અને પાર્વતી સાથે સંબંધ છે. ગણ એટલે ભગવાન શિવ અને ગૌરાનો મતબલ પાર્વતી થાય છે. મેળાના એક દિવસ પહેલા શીવની માટીની મૂર્તિ તૈયાર કરીને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે મૂર્તિને પાણીમાં પધરાવી દેવામાં આવે છે.

આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભાગ લે છે. મેળાના આયોજન તથા વ્યવસ્થાની જવાબદારી વડિલો સંભાળે છે. છોકરા છોકરીઓ એક બીજાને ભાગીને જતા રહેવાના હોય તેની આગોતરી જાણ મળી ગઇ હોય તો બે પરીવાર વચ્ચે ઘણી વાર ખેંચતાણ પણ થાય છે. લીવ ઇન રિલેશનશીપમાં રહેતો છોકરો કયાંક જો સામો મળી જાય તો છોકરી પક્ષના લોકોનો માર પણ ખાવો પડે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter