GSTV
Home » News » આ 5 સ્થિતિમાં Whatsappનો મેસેજ નહી કરી શકાય ‘RECALL’, જાણો કેમ

આ 5 સ્થિતિમાં Whatsappનો મેસેજ નહી કરી શકાય ‘RECALL’, જાણો કેમ

WhatsAppએ રિકૉલ ફિચર ડિલીટ ફૉર એવરીવન (delete for everyone) શુક્રવારે અપડેટ કરી દીધું છે. જે હેઠળ તમે ફ્રેન્ડ અને રિલેટિવને મોકલેલા મેસેજ પરત લઇ શકો છો. WhatsAppએ iOS અને વિન્ડોઝ ફોનના યૂઝર્સ માટે ‘રિકૉલ’ ફિચર લોન્ચ કર્યુ છે. આ ફિચર માટે યૂઝરને WhatsAppને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અપડેટ કરવાનું રહેશે અથવા તો WhatsAppને ફરી ઇન્સ્ટૉલ કરવુ પડશે. પરંતુ શું તમે જાણો છો કે કઇ સ્થિતિમાં આ મેસેજ ‘રિકૉલ’ નહી થાય, જો ના તો આ વાત તમારા કામની છે….

આ 5 પરિસ્થિતિઓમાં તમે રિકૉલ નહી કરી શકો મેસેજ:

  1. WhatsAppનું નવું રિકૉલ ફિચર ત્યારે જ કામ આવશે જ્યારે મેસેજ મોકલનાર અને રિસીવ કરનાર બંને યૂઝર્સની પાસે અપડેટેડ વર્ઝન હોય. તેની મદદથી તમે ટેક્સ્ટ મેસેજ સિવાય ઇમેજ, GIF ફાઇલ, વૉઇસ મેસેજ, લોકેશન અને કૉન્ટેક્ટ ડિટેલ પણ રિકૉલ કરી શકશો.
  2. નવા ફિચરમાં WhatsApp યૂઝર બ્રૉડકાસ્ટ લિસ્ટની મદદથી મોકલેલા મેસેજને રિકૉલ નહી કરી શકે.
  3. મોકલેલા મેસેજ જો યૂઝર 7 મિનિટથી વધારે સમય પર રિકૉલ કરવાનો પ્રયત્ન કરે છે તો આ તે ફિચર ઉપયોગમાં નહી આવે.
  4. 4.નવા ફિચરમાં તે જ મેસેજ રિકૉલ અને ડિલીટ હશે તો સામેવાળા યૂઝર્સ વાંચ્યા ન હોય. આ જાણકારી તમે બ્લૂ ટિક ફિચરથી મળશે.
  5. આ ફંક્શનની ખાસ વાત એ છે કે જો તમે કોઇ મેસેજ સિલેક્ટ કરીને રિપ્લાઇ કરો છો તો આ મેસેજ ડિલીટ નહી થઇ શકે.

ગ્રુપ ચેટમાં નહી થાય રિકૉલ:

કોઇ ચેટ મેસેજ જે કેટલીક સેકન્ડ માટે ટચ દબાવીને રાખવાથી તમારી સ્ક્રીન પર રિકૉલનો ઑપ્શન આવશે. આ ઑપ્શનની મદદથી તમે મેસેજ હટાવી શકો છે, પરંતુ ગ્રુપ ચેટમાં તેણો ઉપયોગ નહી કરી શકાય.

બીજા યૂઝરની પાસે જશે નોટિફિકેશન:

રિકૉલ ફિચર(delete for everyone)નો ઉપયોગ કરવા પર રિસીવરને મેસેજની જગ્યાએ તે લખાયેલુ જોવા મળશે કે સેન્ડર તે મેસેજ રિકૉલ કરી દીધો છે. આ નોટિફિકેશનથી તે વ્યકિતને ખબર પડશે કે મેસેજ દૂર કરવામાં આવ્યો છે.

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!