GSTV

જાણવા જેવુ/ દુનિયાના આ 15 દેશોમાં તમે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી ચલાવી શકો છો કાર, જાણો આ વિશે બધુ જ

ડ્રાઇવિંગ

શું તમે જાણો છો કે વિશ્વના ઘણા દેશો છે, જે તમને ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ડ્રાઇવિંગ કરવાની મંજૂરી આપે છે. આ દેશોમાં તમારે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પરમિટ (IDP) ની જરૂર નથી. તમારે ફક્ત તમારું ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ (ડીએલ) જોઈએ છે અને તમે કોઈ ચોક્કસ ડ્રાઇવિંગ લાઇસન્સની ચિંતા કર્યા વિના તે દેશમાં પ્રવાસ કરી શકો છો. યુએસએ, જર્મની, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ (આઈડીએલ) સ્વીકૃત છે.

વિશ્વના આ દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય છે

એક નવા શહેર અથવા દેશ વિશે વધુ જાણવાની સૌથી સરળ રીતોમાંખી એક કારમાં ફરવા અથવા બાઇકની સવારી કરવા માટે જગ્યા શોધવાની છે. તમે તેને સુવિધાઅનુસાર કરી શકે છે. તમે તેની ઇચ્છાઅનુસાર ગમે ત્યાં અને જેટલા સમય માટે ઇચ્છીએ રોકાઇ શકીએ છીએ. વિદેશોમાં શહેર અથવા ગ્રામીણ ક્ષેત્રની આસપાસ ગાડી ચલાવવાનો વિચાર તમને સ્થાનિક નિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને તેના જીવનની રીતથી જોડાવા દે છે. ચાલો જણાવીએ કયા કયા દેશ છે જે ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા આપે છે.

1. યુનાઇટેડ સ્ટેટ્સ

યુનાઇટેડ સ્ટેટ્સનાં મોટાભાગનાં રાજ્યો તમને ભારતીય ડી.એલ. સાથે કાર ચલાવવાની મંજૂરી આપે છે. તમે 1 વર્ષના સમયગાળા માટે અહીં વાહન ચલાવી શકો છો, પરંતુ ખાતરી કરો કે દસ્તાવેજો સાચા અને અંગ્રેજીમાં હોવા જોઈએ. ડી.એલ. સાથે તમારે I-94 ફોર્મ લેવાની જરૂર છે, જે તારીખે તમે યુ.એસ.એ. માં પ્રવેશ કર્યો હતો.

2. કેનેડા

બરફ આચ્છાદિત પહાડો અથવા રૉકી પર્વતની મનોહર માર્ગ યાત્રા, જ્યાં તમે કેનેડા થઇને જાઓ છો. અવિસ્મરણીય યાદો જોડવી નિશ્વિત છે. સુનિશ્વિત કરો કે તમે ભારતમાં ડ્રાઇવ કરવાથી વિપરિત માર્ગની જમણી બાજુ ડ્રાઇવ કરો છો. ભારતીય ડીએલ 60 દિવસ માટે માન્ય છે, જે બાદ તમારે દેશમાં કાર ચલાવવા માટે કેનેડિયન ડ્રાઇવિંગ લાયસન્સ રાખવુ જરૂરી છે.

3. જર્મની

તમે જર્મનીમાં તમારા ભારતીય ડીએલ સાથે 6 મહિના સુધી વાહન ચલાવી શકો છો. સુનિશ્વિત કરો કે તમે સ્થાનિક ટ્રાફિક નિયમોનું પાલન કરો છો, કેમ કે ડાબી તરફ વાહન ચલાવનારા ભારતીયોથી વિપરીત જર્મન લોકો રસ્તાની જમણી બાજુએ વાહન ચલાવે છે. તમારે તમારા ડીએલની જર્મન ભાષાંતરિત કૉપી લાવવી પડી શકે છે અને જો સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈને ડ્રાઇવિંગ કરવા માટે રાખવામાં આવે છે, તો તમારે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવવી પડશે.

4. સ્પેન

ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ ધારક તરીકે, તમે રેસિડેન્સી માટે નોંધાયા પછી 6 મહિના માટે સ્પેનમાં ડ્રાઇવ કરી શકો છો. તેમજ તમારું ડીએલ અંગ્રેજીમાં હોવું જોઈએ અને માન્ય આઈડી પ્રૂફ સાથે હોવુ જોઇએ.

5. ઓસ્ટ્રેલિયા

તમે ભારતની જેમ જ ઓસ્ટ્રેલિયામાં રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવી શકો છો. તમે 3 મહિનાના સમયગાળા દરમિયાન ન્યુ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, દક્ષિણ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરીટરી અને ઉત્તરી ટેરેટરીના રસ્તાઓ પર વાહન ચલાવી શકો છો. સુનિશ્વિત કરો કે તમારું ડીએલ અંગ્રેજીમાં છે અને કોઈ ભારતીય ભાષામાં નથી.

લાયસન્સ

6. યુનાઇટેડ કિંગડમ

તમે યુનાઇટેડ કિંગડમ (યુકે) ના રસ્તાઓ પર વાહન ચલાવી શકો છો, જેમાં 1 વર્ષના સમયગાળા માટે તમારા ભારતીય ડીએલ સાથે ઇંગ્લેંડ, વેલ્સ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. ધ્યાનમાં રાખો કે યુકે ફક્ત ભારતીય ડીએલ વાળા ડ્રાઇવરોને અમુક પ્રકારના વાહનોની જ મંજૂરી આપે છે, બધાને નહીં.

7. ન્યુઝીલેન્ડ

તમે 1 વર્ષના સમયગાળા માટે ન્યૂઝીલેન્ડમાં તમારા ભારતીય ડીએલનો ઉપયોગ કરીને વાહન ચલાવી શકો છો. જો કે, દેશમાં કાર ચલાવવા માટે તમારી ઉંમર 21 વર્ષની હોવી આવશ્યક છે. તમારે ભારતની જેમ રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવવાની જરૂર છે. સુનિશ્વિત કરો કે તમારું ડીએલ અંગ્રેજીમાં છે અથવા ન્યુઝિલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા અધિકૃત ભાષાંતર કરેલી નકલ.

8. સ્વિટ્ઝરલેન્ડ

સ્વિટ્ઝરલેન્ડના બરફથી ઢંકાયેલ પર્વતોમાંથી પસાર થવું એ એક આહ્લાદક અનુભવ છે. તમે તમારા ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સથી દેશની પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરી શકો છો. તે 1-વર્ષના સમયગાળા માટે માન્ય છે. એ પણ સુનિશ્ચિત કરો કે સ્વિત્ઝરલેન્ડમાં ભાડાની કાર ચલાવતા સમયે તમારું ડીએલ અંગ્રેજીમાં હોય.

9. દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકામાં મનોહર પર્વતો અને વન્યપ્રાણી અભ્યારણો છે. તમે તમારા ભારતીય ડીએલ સાથે કાર ચલાવી શકો છો અને તે તમારા ફોટોગ્રાફ અને સહી સાથે અંગ્રેજીમાં હોવી જોઈએ. કેટલીક કાર ભાડે આપતી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ માંગી શકે છે.

10. હોંગકોંગ

તમે હોંગકોંગમાં 1 વર્ષ સુધી કાનૂની રીતે કાર ચલાવી શકો છો. તમે આંતરરાષ્ટ્રીય ડીએલ સાથે પણ વાહન ચલાવી શકો છો.

11. સ્વીડન

સ્વીડનમાં કાર ચલાવવા માટે, તમારું ડીએલ અંગ્રેજી, સ્વીડિશ, જર્મન, ફ્રેન્ચ અથવા નોર્વેજીયનમાં હોવું આવશ્યક છે. ડીએલમાં માન્ય / સ્વીકૃત ID અને સ્વીડનમાં ભારતીય લાઇસન્સ માન્યતા 1 વર્ષ છે.

12. ફિનલેન્ડ

ફિનલેન્ડમાં પ્રવેશવા માટે તમારે સ્વાસ્થ્ય વીમાની જરૂર છે અને વીમાના આધારે તમારું ભારતીય ડીએલ 6 થી 12 મહિનાની વચ્ચે માન્ય છે.

Learning License

13. સિંગાપોર

સિંગાપોરમાં વાહન ચલાવવા માટે તમારી ઉંમર 18 વર્ષની હોવી જ જોઇએ અને તમારું ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ 12 મહિના માટે માન્ય રહેશે. તે પછી તમારે સિંગાપોર ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાની જરૂર છે. સુનિશ્વિત કરો કે તમારું ડીએલ અંગ્રેજીમાં છે જો તમારે તેનું ભાષાંતર કરવાની જરૂર નથી.

14. મલેશિયા

મલેશિયાના રસ્તાઓ પર વાહન ચલાવવા માટે, તમારું ભારતીય ડીએલ અંગ્રેજી અથવા મલયમાં હોવું આવશ્યક છે. દસ્તાવેજની પુષ્ટિ જારી કરનાર અધિકારી દ્વારા અથવા મલેશિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા થઈ હોવી જોઈએ.

15. ભૂટાન

ભારતીય નાગરિકો તેમના ભારતીય ડ્રાઇવિંગ લાઇસેંસથી ભુતાનમાં ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર ચલાવી શકે છે. સુનિશ્વિત કરો કે તમને દેશભરમાં વાહન ચલાવવાની વાહન પરમિટ મળી છે.

Read Also

Related posts

મહામારી વકરી/ દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોના કોરોનાથી મોત, મહારાષ્ટ્રમાં પ્રવેશમાં માટે સરકારે બનાવ્યા સખ્ત કાયદા

pratik shah

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!