મહિલા અધિવેશનમાં પીએમ મોદીએ મહિલાઓનાં વખાણ કરીને પોતાની સરકારનાં એક એક કામ ગણાવ્યાં

ગાંધીનગર ખાતે યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનના બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે, આ પહેલા તેઓ કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં પહોંચ્યા હતા.

ગાંધીનગર આવી પહોંચેલા વડાપ્રાધનનું મહિલા પાંચના પ્રમુખ સહિતની મહિલાઓએ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તથા તેઓને મોમેન્ટો ભેટ આપી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે નારી શક્તિને મારા પ્રણામ, સાથે જ મોદીજીએ કહ્યું કે ગાંધીનગરમાં યોજાયેલું આ અધિવેશન ગાંધીનગર ખાતે નારીશક્તિનો મહાકુંભ છે. મોદીએ કહ્યું કે હું ઇચ્છું કે અન્ય રાજ્યમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં સફળ મહિલાઓનું પણ સમ્માન થવું જોઇએ અને જે તે રાજ્ય સરકારની કામગીરીનું સમ્માન થવું જોઇએ.

સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયાએ ભારતની મહિલાઓ પાસેથી મલ્ટી ટાસ્કિંગ કેવી રીતે કરી શકાય તે શીખવું જોઇએ. દશકો સુધી શાસન કરનાર પાર્ટી દેશની મહિલાઓને પ્રાથમિક સુવિધા આપી શકી નથી. જ્યારે ભાજપની સરકારની તમામ યોજનામાં સેન્ટરમાં મહિલાઓ છે, જેમાં ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજાનાનું રજિસ્ટ્રેશન મહિલાઓના નામે થાય છે. મુદ્રા યોજનાના સૌથી વધુ લાભાર્થી મહિલાઓ જ છે.

આ કાર્યક્રમમાં આજે પીએમ મોદી અને મુખ્યમંત્રી રૂપાણી પણ સામેલ થયા છે. સબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરી જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશનના મેયર રહેવા સમયે સરદાર પટેલે મહિલા આરક્ષણને લઈ આખા દેશને દિશા બતાવવાનું કામ કર્યું હતું. સરદાર પટેલે આજથી 80-90 વર્ષ પહેલા આટલા મહત્વપૂર્ણ કાર્યો શરૂ કર્યા હતાં. તેમજ આગળ કહ્યું કે દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે. નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે

આગળ કહે છે કે અહીં લઘુ ભારતના દર્શન થયા છે, નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે. કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારો, પંચાયતો અને નગરપાલિકાઓના કાર્યો પણ લોકો સુધી પહોંચાડવા જોઈએ. જનસંઘના સમયથી સંગઠનમાં નારી શક્તિનું યોગદાન રહ્યું છે, આ સંગઠન નારી શક્તિનો મજબૂત અવાજ બનીને ઉભર્યું છે. આ વર્ષ રાજમાતા વિજયારાજે સિંધિયાનું જન્મ શતાબ્દી વર્ષ છે. મહિલા એક સારી સંગઠનકાર હોય છે.

પોતાના કામ વિશે જણાવતા કહે છે કે…

આખા ઉત્તરપ્રદેશમાં મહિલા શૌચાલયને ઈજ્જત ઘરે કહે છે, સ્કૂલ જતી દેશની દરેક બેટીને અલગ ટોઈલેટની સુવિધા મળે છે. ઉજ્જવલા યોજના અંતર્ગત 1 કરોડ બહેનોને વિનામૂલ્યે ગેસ કનેક્શન મળી ગયા છે. ઘર ઘર ગેસ કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે. રસોઈના બજેટનું ધ્યાન રાખ્યું છે, સાડા ચાર વર્ષ પહેલા મોંઘવારી જીવનનો હિસ્સો બની ગઈ હતી. જીએસટી કારણે અનેક પ્રકારના બિલમાં ઘટાડો થયો.

દવાઓ સસ્તી થઈ, ઈએમઆઈ પણ ઘટ્યો હોવાથી ઘર ચલાવવું સરળ બન્યું. જનધન યોજના હેઠળ 34 કરોડ ખાતા ખોલ્યાં, જેમાં 18 કરોડ ખાતા બહેન-બેટીઓના ખાતા ખુલ્યાં. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 1.50 કરોડથી વધુ ખાતા ખુલી રહ્યા છે, જેમાં 30 હજાર કરોડથી વધુ પૈસા જમા થયા. મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી 15 કરોડની લોનમાંથી 11 કરોડ મહિલાઓ સામેલ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter