GSTV
India News ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં મોટી ઉથલ-પાથલના એંધાણ / મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું, સાથી પક્ષોનો માન્યો આભાર

ઉદ્ધવ

મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર સંભવિત છે કે અંતિમ ઘડીઓ ગણી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ હવે સંભાજી નગર તરીકે ઓળખાશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફ્લોર ટેસ્ટનો આવશે તો ઉદ્ધવ ઠાકરે સામનો કરશે નહીં અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટું ‘હિંદુત્વ કાર્ડ’ ખેલ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. હવે ઔરંગાબાદને ‘સંભાજી નગર’ અને ઉસ્માનાબાદને ‘ધારાશિવ’ તરીકે ઓળખવામાં આવશે.

નોંધનીય છે કે, શિવસેના છેલ્લા ઘણા સમયથી ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવાની માંગ કરી રહી હતી એટલું જ નહી ઉદ્ધવ ઠાકરે ઘણીવાર ઔરંગાબાદને સંભાજી નગર કહીને સંબોધતા હતા. જો કે, કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવ્યા પછી, શિવસેનાની આ બંને મુદ્દે કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું ન હતું. પરંતુ હવે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ચાલી રહી છે અને ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વને સાઈડલાઈન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારે આ બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.

READ ALSO

Related posts

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel
GSTV