GSTV
Home » News » અરવલ્લીના ખંભીસર ગામે ભારેલા અગ્ની જેવી સ્થિતિ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

અરવલ્લીના ખંભીસર ગામે ભારેલા અગ્ની જેવી સ્થિતિ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

અરવલ્લીના ખંભીસર ગામે યુવકના લગ્નના વરઘોડા મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અન્ય સમાજના લોકો અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો ન નીકળે તે માટે સક્રિય હોવાના આક્ષેપ લાગ્યા છે. રસ્તા પર યજ્ઞકુંડ અને મંડપ બાંધી દીધો હતો. તંગદિલી ભર્યા માહોલને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગામમાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગામમાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

અન્ય સમાજની મહિલાઓ વરઘોડાના રૂટ પર આવી ગઈ

ખંભીસર ગામે અનુસૂચિત જાતિના લગ્ન પ્રસંગે વરઘોડો નીકળતા ગામની અન્ય સમાજની મહિલાઓ વરઘોડાના રૂટ પર આવી ગઈ હતી અને ભજન શરૂ કરી દીધા હતા. ઘટના સ્થળે ડી.વાય.એસ.પી સહિતના અધિકારીનો કાફલો પહોંચ્યો હતો અને ઘટનાને થાળે પાડી અને વરઘોડો કઢાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના ઘટી ત્યારે પોલીસ પણ ઉપસ્થિત હતી અને પોલીસે બંને પક્ષે સમજાવટનો પ્રયાસ કર્યો હતો.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!