રાજુલામાં 2 વર્ષથી ખેડૂતોને પાકવીમો ન મળતાં અખતરામાં ધારાસભ્ય રહ્યાં હાજર

અમરેલીના રાજુલા તાલુકાના ડોલીયા ગામે ક્રોપ કટિંગ પ્રોસિઝરમાં ધારાસભ્ય  અમરીશ ડેરે હાજરી આપી હતી અને ખેડૂતોને પાક વીમો મળી રહે તે માટે બે કલાક સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. છેલ્લા ૨ વર્ષથી રાજુલા તાલુકાના ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. જેથી ધારાસભ્ય ખેડૂતોની વારે આવ્યા હતા. ગુજરાતમાં પાકવીમાની અનેક બુમરાણો છે. ખેડૂતોને લાભ મળતો નથી અને ખેડૂતોના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. અા વર્ષે પણ 5,000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા નથી. રાજ્યમાં ખેડૂતો પાકવીમા બાબતે નારાજ છે. અા દરમિયાન અેગ્રિકલ્ચર વિભાગે પાકવીમાના અખતરા સમયે પોલીસ બંદોબસ્તની પણ માગ કરી હતી. અાજે રાજુલામાં કોંગ્રેસના ધારાસભ્યે હાજર રહી પાકવીમાના અખતરા કરાવ્યા હતા.

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ નવાં નામ, નવા રંગ-રૂપ અને નવા નિયમો સાથે દેશમાં ખેડૂતો માટે નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના લોન્ચ કરાઈ. તહેવારોમાં ખેડૂતોને મહામૂલી ભેટ અપાઈ હોય એમ યોજનાનાં દેશભરમાં વધામણાં કરાયાં. પાકવીમા યોજનાનો આ સાથે દેશમાં પ્રથમ વાર નહીં પણ ચોથી વાર શુભારંભ થયો. ૧૯૮૫માં પાકવીમા યોજના (ઝ્રઝ્રૈંજી) લોન્ચ થઇ ત્યારે પણ સરકારે ખેડૂતો માટે સર્વશ્રેષ્ઠ પાકવીમા યોજના અમલમાં મૂકી હોવાનાં ગુણગાન ગાયાં હતાં, જે યોજનાનું ૧૯૯૭-૯૮માં ફીંડલું વળી ગયું અને નવી પાકવીમા યોજના શરૂ થયાના એક વર્ષમાં સરકાર બદલાઈ ગઈ અને ૧૯૯૯માં નવાં નામ સાથે રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજના ફરી લોન્ચ થઈ. આ યોજના પણ અધૂરી હોવાથી નવી ગીલ્લી નવા દાવની જેમ સંશોધિત રાષ્ટ્રીય કૃષિ પાકવીમા યોજનાનો આરંભ થયો. હાલમાં આ બંને યોજના અંતર્ગત ખેડૂતોને પાકવીમાનો લાભ મળે છે. પાકવીમો એટલે ‘પાકનું સુરક્ષાકવચ’ આ અંગે ભાગ્યે જ કોઈ ખેડૂત અજાણ હશે, આમ છતાં ૧૯૮૫થી ૨૦૧૬ એટલે ૩૧ વર્ષમાં માત્ર ૨૩ ટકા વિસ્તાર સુધી પાકવીમા યોજનાનો લાભ પહોંચ્યો છે.

આ લખવાનો મતલબ એ છે કે, નવી પ્રધાનમંત્રી પાકવીમા યોજના ૨૦૧૯ સુધી સરકાર ૫૦ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખે છે,એટલે કે ત્રણ દાયકાની સફર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનાં હાલની સરકાર સોનેરી સપનાં જુએ છે. દેશમાં ૨ કરોડ ખેડૂતો માંડ પાકવીમા યોજનાનો લાભ લે છે. આ સંખ્યા સસ્તા વ્યાજે પાકધિરાણનો લાભ લેતા ખેડૂતોની છે. પાકધિરાણમાં ફરજિયાત વીમો હોવાથી પાકવીમા યોજનાનો આંક ૨ કરોડ ખેડૂતોએ પહોંચ્યો છે. નવી પાકવીમા યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો ૫૦-૫૦ ટકા હિસ્સો રહેશે. હાલમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો હિસ્સો ૫૦-૫૦ ટકા છે. કેન્દ્ર સરકારે બજેટમાં ૫૦ ટકા નાણાં એટલે રૂ. ૪,૫૦૦ કરોડનો કાપ મૂકતાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં પણ રાજ્ય સરકારનો હિસ્સો ૫૦ ટકા થઈ ગયો છે.

ગુજરાતમાં ખેડૂતોને પાકવીમો ન મળી રહ્યો હોવાની બુમરાણ છે. સૌરાષ્ટ્રમાં અા સૌથી મોટો પ્રશ્ન છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ પાકવીમો ન મળતો હોવાની બુમરાણો પાડી રહ્યાં છે. હાલમાં ખરીફ સિઝનમાં પાક વીમા કાપણીના અખતરાઅો ચાલી રહ્યા છે. અા વર્ષે ખેડૂતોની ખરીફ સિઝન બગડી છે. વરસાદના અભાવે પાક ફેલ ગયો હોવાથી ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે. રાજુલામાં ખેડૂતોને 2 વર્ષથી પાકવીમો ન મળતો હોવાથી અાજે પાક કાપણી અખતરાને જોવા માટે કોંગ્રેસના ધારાસભ્ય પહોંચ્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter