GSTV
Home » News » રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાળી, બે મહિનાની બાળકીનો ન તો ઈલાજ કરે છે, ન તો રજા આપે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાળી, બે મહિનાની બાળકીનો ન તો ઈલાજ કરે છે, ન તો રજા આપે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલની લાલિયાવાળી સામે આવી છે. જેમાં એક 2 વર્ષની બાળકી તંત્રની ઘોર નિષ્ક્રિયતાનો ભોગ બની છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં સવારથી એક 2 મહિનાની બાળકીને સારવાર માટે લવાઇ હતી. ભૂજથી લવાયેલી આ બાળકીને પેટમાં ગાંઠ હોવાથી તેને રાજકોટ બાળકોના વિભાગ લવાય ત્યારે રાજકોટના ચિલ્ડ્રન હોસ્પિટલમાં એવું કહેવાયુ કે અહીં બાળકોના ઓપરેશનનો વિભાગ નથી.

જેથી પરિવાર બાળકીને અમદાવાદ લઇ જવા ડોકટર્સને કહ્યુ ત્યારે ડોકટર્સ દ્વારા 2 મહિનાની માસૂમ બાળકીની ટ્રીટમેન્ટ અમદાવાદ થઇ શકે તે માટે રિફર કરવાની કામગીરી કરાઇ નથી. જેના કારણે માસૂમ બાળકીના માતાપિતાની હાલત એવી થઇ છે કે રાજકોટ બાળકોની હોસ્પિટલમાં આ બાળકીનો ઇલાજ થઇ રહ્યો નથી. અને બીજી તરફ ડોકટર બાળકીને અમદાવાદ રિફર કરવા તૈયાર નથી.

READ ALSO

Related posts

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

બાબરા : એક બાજુ લોકો ટીપા પાણી માટે વલખા મારે છે, તો બીજી તરફ તંત્રના પાપે લાખો લીટર પાણીનો વેડફાડ

Nilesh Jethva

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!