GSTV
Home » News » ત્રીજા તબક્કામાં 116 બેઠકો, અડધાથી વધુ બેઠકો પર ભાજપનો કબ્જો, પણ આ વખતે લોઢાનાં ચણા

ત્રીજા તબક્કામાં 116 બેઠકો, અડધાથી વધુ બેઠકો પર ભાજપનો કબ્જો, પણ આ વખતે લોઢાનાં ચણા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં ૧પ રાજયોની ૧૧૬ બેઠકો માટે મતદાન થશે જેમાં હવે ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે પોતાના વતની રાજય ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પોતે જીતેલી બેઠકો જાળવી રાખવાનો પડકાર છે, કારણ કે ત્રીજા તબક્કાનાં મતદાનમાં અડધાથી વધુ બેઠકો ભાજપ પાસે છે. તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતે અમેઠી સાથે સાથે કેરળના વાયનાડની બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આથી તેમના ભવિષ્યનો ફેંસલો પણ આ ત્રીજા તબકકામાં થવાનો છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરલમાં પોતાની જીત મેળવવા સાથે કોંગ્રેસે ગુમાવેલ જનાધાર ફરી પાછો લાવવાની પણ જવાબદારી છે. આમ આ તબક્કામાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે તો કેટલાક રાજયોમાં નાના ક્ષેત્રિય પક્ષો પણ પોતાની રાજકીય તાકાત બતાવવા અને કિંગ મેકર બનવાની ભુમિકા ભજવવા પણ તૈયાર થઇ રહયા છે.

ત્રીજા તબકકામાં ૧પ રાજયોની ૧૧૬ બેઠકો ઉપર મંગળવારે મતદાન થવાનું છે. ર૦૧૪માં આ ૧૧૬ બેઠકોમાંથી એનડીએને ૬૭ બેઠકો મળી હતી. જેમાં ભાજપે એકલા હાથે ૬ર બેઠકો મેળવી હતી, સહયોગી શિવસેના ૪, એલજેપીએ ૧ બેઠક જીતી હતી. જયારે યુપીએને ર૬ બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસ-૧૬,આરજેડી –ર,એનસીપી-૪, મુસ્લિમ લીગ-ર, આરએસપી-૧ અને કેરલ કોંગ્રેસને એક બેઠક મળી હતી, જયારે ર૪ બેઠકો અન્યોને મળી હતી.

આ રાજ્યોમાં થશે મતદાન

આવતીકાલે મંગળવારે મતદાન થવાનું છે તેમાં ઉત્તરપ્રદેશની ૧૦, ગુજરાતની ર૬, મહારાષ્ટની ૧૪, કેરળ-ર૦, ઓરિસ્સા-૬, ગોવા-ર, કર્ણાટક-૧૪, બિહાર-પ, છતીસગઢ-૭, પશ્ચિમ બંગાળ-પ,આસામ-૪, જમ્મુ કાશ્મીર-૧, દાદરા નગર હવેલી-૧, દમણ દીવ-૧, ત્રિપુરા-૧ બેઠકોનો સમાવેશ થાય છે.

ગુજરાતની તમામ બેઠકો પર ખરાખરીનો ખેલ

ઉત્તરપ્રદેશની મુરાદાબાદ, રામપુર, સમ્ભલ, ફીરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયું, આંવલા, બરેલી અને પીલીભીત મળી ૧૦ બેઠકો માટે મતદાન થશે જેમાં ભાજપ પાસે  સાત અને સપા પાસે ત્રણ બેઠકો છે. ગુજરાતમાં ખેડા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, જૂનાગઢ, દાહોદ, બારડોલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, ભાવનગર, કચ્છ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ અને મહેસાણા બેઠકો પર મતદાન કરવામાં આવશે. રાજયમાં તમામ બેઠકો ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે એક પણ બેઠક નથી.

READ ALSO

Related posts

કોલકાતા: જાધવપુર યુનિવર્સીટીમાં રાજ્યપાલનો ઘેરાવો, કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો ધરણા પર બેઠા

Riyaz Parmar

ઉત્તરાખંડ: દેશની સૌથી મોટી FIR!, છેલ્લા 4 દિવસથી લખી રહી છે પોલીસ હજુ થશે 3 દિવસ

pratik shah

27 સપ્ટેમ્બર સુધી અમેરિકા પ્રવાસે રહેશે PM મોદી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને કરશે સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!