GSTV

આર્મીમાં હતો એ જવાન જોડાયો આતંકવાદી સંગઠનમાં, ખબર એ રીતે પડી કે…

Last Updated on November 6, 2018 by

શોપિયાંમાં ચાલી રહેલ સર્ચ ઓપરેશનમાં સુરક્ષાબલે છૂપાયેલા બે આતંકીઓને શોધીને મારી નખ્યાં છે. આ બંનેની ઓળખ મોહમ્મદ ઇદ્રીસ સુલ્તાન ( નાના અબરાર) અને આમિર હુસૈન ( અબુ સાબન)નાં નામથી થઇ છે.

આ બન્ને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા અને મૂળભૂત રીતે શોપિયાંના રહેવાસીઓ હતા. આ બંને ઘણી આતંકવાદી ઘટનાઓ, સુરક્ષા સ્થળો અને નાગરિકો પર હુમલો કરવામાં શામેલ હતા.

ઇદ્રીસ વિશે જાણ્યું તો તે સેનાનો જવાન હતો અને આ જ વર્ષે એપ્રિલ મહિનામાં સેના છોડીને હિજહબૂલ મુજાહિદ્દીન સંગઠનમાં જોડાયો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાને કોઈ પ્રકારનું નુકસાન થયું છે કે કેમ એના કોઈ સમાચાર નથી. સેના દ્વારા મુઠભેડ સ્થળથી હથિયાર અને બંદૂક મળી આવ્યા છે. પોલીસે આ કેસમાં કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

એન્કાઉન્ટર પછી સેનાએ સ્થાનિક લોકોને ઘટનાસ્થળ પર જવાનો ઇનકાર કર્યો છે કારણ કે ત્યાં પડેલા નાના-મોટા વિસ્ફોટકોથી ખતરો થઈ શકે છે. લોકોને વિનંતી કરી છે કે પોલીસને સાથ સહકાર આપો અને જ્યાં સુધી તે વિસ્તારને સંપૂર્ણ ખાલી ન કરાય, ત્યાં સુધી કોઈ ત્યાં નહીં જાય.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!