સુરતના ડભોલી સ્વામિનારાયણ મંદિરના કરણસ્વરૂપ સ્વામી પર દુષ્કર્મના આરોપ મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. કરણસ્વરૂપ સ્વામી અને પીડિતા વચ્ચે સમાધાન થઈ જતા પીડિતાએ ફરિયાદ રદ કરી છે. હાઇકોર્ટમાં પીડિતા, તેણીના માતા-પિતાએ હાજર રહી આ કેસની તપાસ આગળ ન ચલાવવા એફિડેવિટ કરી છે. એફિડેવિટના પગલે નામદાર હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાનો હુકમ કરાયો છે.
નિકુંજ ઉર્ફે કરણસ્વરૂપ સ્વામી વિરુદ્ધ થયેલી ફરિયાદ મામલે હાઇકોર્ટમાં CRPC હેઠળ 482 હેઠળ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જ્યાં ફરિયાદી પક્ષે જાતે હાજર રહી પોલીસ તપાસ આગળ ન વધાવવા તેમજ કેસ આગળ ન ચલાવવા એફિડેવિટ કરી હતી. ફરિયાદીની એફિડેવિટ બાદ ફરિયાદ રદ કરતો હુકમ નામદાર હાઇકોર્ટે આપ્યો હતો.