GSTV
Home » News » સુરતમાં વિદ્યાર્થીઓ સાથે આગનું તાંડવ, બાળકો ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરતમાં વિદ્યાર્થીઓ સાથે આગનું તાંડવ, બાળકો ગંભીર રીતે દાઝતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

fire

સુરતનાં સરથાણા વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગતા વિદ્યાર્થીઓમાં દોડ-ધામ મચી હતી. જો કે જ્વલનશીલ વસ્તુઓને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 19 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. તેમજ આગ કાંડ માં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતા દાઝતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં સુરતની પી.પી. સવાણી હોસ્પિટલમાં 6 વિદ્યાર્થીઓને દાખલ કરાયા છે.જેમાં આઝાદ વલ્લભ ભાઈ ગોળકિયા, ઋષિત વેકરીયા, ઉર્મિ હસુમખભાઇ વેકરીયા, ત્રીશા જયેશકુમાર પટેલ,ભગવતી પરસોત્તમભાઇ આસોદરીયા અને ધૃમિ સંજયભાઇ રૂમાડિયાનો સમાવેશ થાય છે.

તેમજ અન્ય વિદ્યાર્થીઓને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. જેમાં દિપક સુરેશભાઇ, સુનિલ ભુપતભાઇ અને સાગરનો સમાવેશ થાય છે.

તેમજ અન્ય ખુબ જ ગંભીર રીતે દાઝેલા વિદ્યાર્થીઓને આઇસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે. જેમાં વૃતિ બલર,મયંક રંગાળી, દર્શક ધોલા, હર્ષ પરમાર અને જતીન નાકરાણીનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પેટાચૂંટણીના પ્રચારમાં લાગેલા બેનરોમાં આ કોંગી નેતાનો ફોટો ગાયબ, કાર્યકરોમાં ભારે રોષ

Nilesh Jethva

ગઢડા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીની ગાડી પર હુમલો

Nilesh Jethva

શાળાની પરીક્ષામાં પ્રશ્નનો વિવાદ, જાણો નીતિનભાઈ પટેલે આ બાબતે શું આપ્યો જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!