રાજ્યમાં દારૂબંધીને લઈને 15 દિવસમાં નવી પોલીસી થઈ શકે છે જાહેર

રાજય સરકારે દારૂબંધીને લઈને નવી પોલીસી બનાવી રહી છે. રાજ્યમાં લોકોએ દારૂની પરમિટ લીધી છે તેમના નીતિ નિયમોમાં ફેરબદલી થાય તેવી શકયતા સામે આવી રહી છે. બુધવારે ગાંધીનગર ખાતે રાજયમાં રહેલા નિવૃત આર્મી જવાનો લિકર પરમીટ રીન્યુ નહિ થતાં દેખાવો કર્યા હતા. ત્યારે સરકાર આ મામલે ખુલાસો કર્યો હતો કે આર્મીના જવાનોને જૂની સીસ્ટમ મુજબ લિકર અને તેની પરમીટ મળશે.

સરકાર જે નવી પોલીસી લાવી રહ્યું છે. તેમાં આર્મીના જવાનોને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં નડે પણ ગુજરાત રાજ્યના આર્મી સિવાયના જે લોકો લિકર પરમીટ ધરાવે છે તેમના માટે નવા કાયદા સરકાર બનાવી રહી છે. અને નવી પોલીસી 15 દિવસમાં જાહેર થાય તેવી શકયતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter