રાજ્યમાં IPS, PI અને હવે આ પોસ્ટના 348 અધિકારીઓની સામૂહિક બદલી

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તે પહેલા ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 348 જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સામૂહિક બદલી કરી છે. ઈન્સ્પેક્ટરોની અન્ય જિલ્લા બદલી કરાઈ છે. આ બદલી તાત્કાલીક અસરથી કરવામાં આવી છે. બદલી પામેલા પોલીસ અધિકારીઓને તાત્કાલીક છૂટા થઈને કોઈપણ જાતની રજા ભોગવ્યા સિવાય નવા નિમણૂકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે.

મહત્વનું છે કે અગાઉ પણ પોલીસ વડાએ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દીધી છે. જેને પણ જિલ્લા કક્ષાએ અલગ અલગ કામગીરી સોંપાઈ છે. ત્યારે પહેલા IAS બાદમાં IPS અને હવે વર્ગ -2 અને વર્ગ-3ના અધિકારીઓની બદલી થઈ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter