GSTV
Home » News » BIG BREAKING- ભાજપે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો 2019માં ક્યાંથી લડશે PM મોદી

BIG BREAKING- ભાજપે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો 2019માં ક્યાંથી લડશે PM મોદી

ત્રણ દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠકો બાદ ગુરૂવારે ભાજપે 2019 લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી પોતાની ગત બેઠકો પરથી જ ચૂંટણી લડશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, જ્યાંથી લાલ કૃષ્ણ અડવાણી સાંસદ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ સાંસદ હેમામાલિની મથુરા લોકસભા બેઠક પરથી ચૂંટણી  લડશે. તો ભાજપના નેતા નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરશે.

સુત્રો દ્રારા આ નામ અને બેઠકોની હતી ચર્ચા

ભાજપ દ્રારા પહેલા 184 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભાજપના કદાવર નેતાઓના નામ હોવાની સુત્રોમાં ચર્ચા થઈ રહી છે. મહેશ શર્માને ગૌતમ બુદ્ધનગરથી ટિકિટની ફાળવણી થઈ રહી છે. ઉતરાખંડનાં અલમોડાથી અજય, ગાજીપુરથી મનોજ સિન્હા, ધારવાડથી પ્રહલાદ દોષી, વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી, લખનઉથી ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, વીકે સિંહ ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.

બીજી તરફ નરેન્દ્ર મોદીનાં ખાસ અને કેન્દ્રિય કપડા પ્રધાન સ્મૃતિ ઈરાની યુપીનાં અમેઠીથી ચૂંટણી લડશે. જ્યારે ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને મથુરાથી કિસ્તમત અજમાવશે. સંઘનાં ખાસ વિશ્વાસું સૈનિક એવા કેન્દ્રનાં મંત્રી અને ભાજપનાં પૂર્વ પ્રમુખ નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારશે. જ્યારે સત્યપાલ સિંહ બાગપતથી મેદાનમાં ઉતરશે.

ચારે તરફ ચર્ચાઓ અને અટકળો ચાલી રહિ હતી, આખરે તેનો અંત આવ્યો છે.કેન્દ્રિય ચૂંટણી સમિતીનાં સચીવ અને ભાજપ નેતા જેપી નડ્ડા પત્રકાર પરિષદ સંબોધીને સત્તાવાર રીતે નામો જાહેર કર્યા છે.

READ ALSO  

Related posts

આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં મોદી VS સોનિયાની જંગ જોવા મળશે

Mayur

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

બ્રિટન અને યુરોપીયન સંઘની બ્રેક્ઝિટને બહાલી: સંસદમાં મંજૂરી લેવાની બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!