GSTV
Home » News » બીજી ટર્મમાં પ્રધાનમંત્રી માટે સૌથી મોટો પડકાર ચીન અને અમેરિકા છે, જાણો કેવી રીતે ?

બીજી ટર્મમાં પ્રધાનમંત્રી માટે સૌથી મોટો પડકાર ચીન અને અમેરિકા છે, જાણો કેવી રીતે ?

રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વડાપ્રધાન મોદી સમક્ષ અનેક પડકાર ઊભા થઇ શકે છે. તેમની સામે સૌથી મોટો પડકાર અમેરિકા અને ચીન વચ્ચે જામેલા ટ્રેડ વૉરમાં ભારતની સ્થિતિ મજબૂતીથી જાળવી રાખવાનો રહેશે. અમેરિકાના માથાફરેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તો ભારત વિરુદ્ધની ફરિયાદોનું લિસ્ટ પણ લાંબુ છે. ક્યારેક તેઓ હાર્લે ડેવિડસન મોટરસાઇકલની આયાત પર ભારતમાં લાગતા જંગી ટેક્સના મામલે સવાલ ઉઠાવે છે તો ક્યારેક ભારતને ટેરિફ કિંગની ઉપમા આપે છે. થોડા સમય પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે હવે અમેરિકા પણ ભારતના ઉત્પાદનો ઉપર ટેક્સ લાગુ કરશે અને જો ભારતે આ ટેક્સથી બચવું હોય તો અમેરિકા સાથે વેપારી સમજૂતિ કરવી પડશે. સ્પષ્ટ વાત છે કે મોદી સરકારની બીજી ટર્મમાં અમેરિકા સાથે આર્થિક મોરચે ભારે ટક્કર લેવી પડશે.

અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલો તણાવ પણ ભારતને ભારે પડી શકે છે. વર્ષોથી ઇરાન ભારતને સસ્તા ભાવે પેટ્રોલિયમ પૂરું પાડતું રહ્યું છે. ઇરાન અને ભારત વચ્ચે મજબૂત કૂટનૈતિક સંબંધોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાએ ભારતને ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા આપેલી છૂટ પાછી લઇ લીધી છે. જેના પરિણામે ભારતે ઇરાન પાસેથી પેટ્રોલિયમ લેવા અંગે સમસ્યા ઊભી થઇ છે. આગામી સમયમાં વડાપ્રધાન મોદી માટે અમેરિકાની ઉપરવટ જઇને ઇરાન સાથે સંબંધો સાચવી રાખવાનો મોટો પડકાર રહેશે. જોકે જાણકારોના મતે મોદીના પહેલા કાર્યકાળમાં વિદેશમાં ભારતની સ્થિતિ મજબૂત બની છે.

આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે વિદેશ નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. મોદીના દોરમાં વિદેશોમાં જે પ્રકારનો જોશ જોવા મળ્યો એ આજ સુધી બીજા કોઇ વડાપ્રધાનના કાર્યકાળમાં જોવા મળ્યો નથી. આર્થિક વિશ્લેષકોના મતે વર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલ મોદી સરકારની બીજી ટર્મ સમક્ષ મોટો પડકાર બનીને ઉભરશે. અમેરિકા ભારત સાથેની ભાગીદારી વધારીને એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવને નાથવા પ્રયાસ કરશે. એ સાથે જ અમેરિકી કંપનીઓને ભારતમાં વેપાર કરવાની સાનુકૂળતા મળી રહે એ માટે પણ દબાણ કરશે. બીજી બાજુ અમેરિકા સાથેના ટ્રેડ વૉરમાં ચીન ભારતના સાથની અપેક્ષા રાખશે. એ સંજોગોમાં ભારત માટે અમેરિકા અને ચીન વચ્ચે સંતુલન જાળવી રાખવું ઘણું મહત્ત્વનું બની રહેશે. આગામી સમયમાં ભારત વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું બજાર બનવાનું છે ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું મહત્ત્વ વધતું જ રહેશે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!