GSTV
Home » News » સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

સાસણગીરના જંગલમાં આવતીકાલથી ચાર માસનું વેકેશન શરૂ થશે. સિંહો સહિતના મોટાભાગના વન્ય પ્રાણીઓનો સંવનન કાળ શરૂ થયો છે. જંગલમાં જીપ્સીની સફારી 16 જૂનથી લઇ 15 ઓક્ટોબર સુધી બંધ થશે. સંવનન કાળ દરમિયાન ખલેલ ન પહોંચે અને જંગલના રસ્તાઓ પર નદી-નાળાઓમાં પાણી આવી જવાથી વાહન વ્યવહાર બંધ જાય છે. જેના કારણે વનવિભાગે દર વર્ષની માફક આ વર્ષે પણ ચાર મહિના જીપ્સીની સફારી પ્રવાસીઓ માટે બંધ કરી છે. જો કે પ્રવાસીઓને સિંહ જોવા માટે સાસણમાં આવેલા દેવળીયા સફારી પાર્ક અને ધારીમાં આવેલા આંબરડી સફારી પાર્ક ચોમાસા દરમિયાન ખુલ્લુ રાખવામાં આવે છે.

ગયા વર્ષે પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણમાં સિંહ દર્શન કર્યા હતા. જેનાથી વનવિભાગને ૯ કરોડની જંગી આવક થઈ હતી. જિપ્સીનાં રુટ સિવાયના તમામ રસ્તાઓ પ્રવાસીઓ માટે ખુલ્લા હોય છે.પરંતુ ચોમાસાના કારણે જંગલમાં વાહન પસાર કરવુ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. વનવિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ઘાસનું વાવેતર સહિતની તમામ અન્ય કામગીરીમાં વનવિભાગનો સ્ટાફ જોતરાઈ જતો હોય છે.

READ ALSO

Related posts

ભૂખ ભૂંડી છે : વિશાળકાય મગરમચ્છને સેકન્ડમાં ગળી ગયો અજગર, તસવીરો જોઈ દંગ રહી જશો

Mayur

દિકરીને અશ્લીલ ડાન્સ કરાવી દારૂ પી રેપ કરતો નરાધમ બાપ

Mayur

દરિયા કિનારે દેખાયો ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયાનો બહુજ બોલ્ડ અંદાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!