રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની જીત વિરુદ્ધની અરજીમાં જીતુ વાઘાણીની જૂબાની લેવાઈ

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી બળવંતસિંહ રાજપૂતની અરજી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાઈકોર્ટમાં નિવેદન આપ્યું. અહેમદ પટેલના વકીલ દ્વારા જીતુ વાઘાણીની ઉલટ તપાસ કરાઈ જેમાં વાઘાણીએ કહ્યું કે એફિડેવિટ મારા દ્વારા કરાઈ છે જે સંપૂર્ણ સત્ય છે. મતદાન બૂથમાં અધિકૃત પ્રતિનિધી તરીકે કાર્યવાહી કરી હતી. મતદાન પ્રક્રિયા દરમ્યાન મત પત્રક ઝૂટવવાનો પ્રયાસ કોંગ્રેસ પ્રતિનિધિ શક્તિસિંહ ગોહિલ દ્વારા થતા તેનો મૌખિક વિરોધ કરાયો હતો. જો કે લેખિતમાં ફરિયાદ કરી ન હતી. આ પહેલા ગઈકાલે પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ પણ જૂબાની આપી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં તેજશ્રી પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, સી. કે. રાઉલજી, રામસિંહ પરમાર, અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાઘવજી પટેલ, કમશી પટેલની જૂબાની લેવાઈ ચૂકી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter