એનડીએ ખડભડવાની તૈયારીમાં, કુશાવાહા પછી વધુ એક પાર્ટીએ આપી ધમકી

રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા) એનડીએ છોડીને મહાગઠબંધનમાં આવી એના વધુ દિવસો નથી થયાં. હવે એનડીએની એક બીજી પાર્ટી તેના ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે. અનુપ્રિયા પટેલની પાર્ટીનો પક્ષ (એસ)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતૃત્વ પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમે કેવા સાથી?, અમારૂ તો કોઈ સન્માન જ નથી.

તેમણે આગળ કહ્યું કે, આ મંગળવારે ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થ નગરમાં મેડિકલ કોલેજના ઉદ્ઘાટનનાં પ્રસંગે અનુપ્રિયા પટેલને આમંત્રિત કરવામાં ન આવ્યાં એટલે અમારો પક્ષ બિલકુલ નારાજ છે. તેમજ પાર્ટી અધ્યક્ષે એવું બયાન આપ્યું કે જે રાજકારણમા ભાજપ પાર્ટી માટે તહલકો મચાવી દે. આગળ કહ્યુ કે આ રીતે નહી ચાલે, અમે જાણીએ છીએ કે બંધ દરવાજે બધી વાત થઈ ચૂકી છે. અમારે સન્માનની જરૂર છે. અને સન્માનજનક સીટ પણ જોઈએ છે. હું આશા રાખુ છે કે ભાજપ આ વાત પર ગંભીરતાથી વિચારે અને કઈક પગલા લે.

તાજેતરની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં એનડીએની હાર પર આશિષ પટેલે જણાવ્યું હતું કે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વએ ગંભીરતાપૂર્વક આ ધ્યાનમાં રાખવું જોઇએ. તે આપણા માટે ચિંતાજનક નથી પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વિનાશક અસર પાડી શકે છે. બસ આ પાર્ટીને એક જ વાંધો છે કે અમારા કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલને કેમ આવા કાર્યક્રમોમાં બોલાવવામાં નથી આવતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter