હાઈકોર્ટમાં અહેમદ પટેલ વિરુદ્ધ બળવંતસિંહની અરજીમાં ઈશ્યું ફ્રેમ, હવે ટ્રાયલ શરૂ કરાશે

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે હાઈકોર્ટે ઈસ્યુ ફ્રેમ કર્યા છે. જસ્ટીસ બેલા ત્રિવેદીએ હુકમ કર્યો કે બળવંતસિંહ રાજપૂતે રજૂ કરેલા મુદ્દાઓ અને અહેમદ પટેલના મુદ્દાઓને ધ્યાને લઈને કોર્ટે કુલ છ મુદ્દાઓ નક્કી કર્યા છે. કુલ છ મુદ્દાઓ પર અહેમદ પટેલનું જીતને રદ કરવી કે નહી તે અંગે ટ્રાયલ ચાલશે. જેમાં અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણીમાં કરપ્ટ પ્રેક્ટીશ કરી હતી કે નહી, શું અહેમદ પટલે ચૂંટણી પ્રક્રિયામાં પોતાનું અનડ્યુ ઈન્ફલ્યુઅસ કે ધમકીને ઉપયોગમાં લીધી હતી. અહેમદ પટેલે આચરેલી કથિત ગેરરિતીના આધાર પર શું તેમને ગેરલાયક ઠેરવી તેમની જીતને રદ્દ કરી શકાય કે નહીં. શું બળવંતસિંહ રાજપૂતે કરેલી આ પિટીશન લોકપ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમો હેઠળ માન્ય ઠેરવી શકાય કે નહી. આ તમામ મામલે 18 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter