GSTV
Home » News » આગામી સમયમાં આ ‘આધુનિક નેતા’ઓ તમને આપેલા દરેક વચન પાળશે

આગામી સમયમાં આ ‘આધુનિક નેતા’ઓ તમને આપેલા દરેક વચન પાળશે

ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે આપણી આવનારી પેઢી દેશની સંસદમાં રોબોટને કામ કરતા જૂએ તો નવાઈ નહીં. બ્રિટનની સંસદમાં ટેક્નોલોજીની આવી જ કંઈક કમાલ જોવા મળી. બ્રિટનની સંસદમાં પહેલીવાર રોબોટે રિપોર્ટ રજૂ કર્યો. એજ્યુકેશન સિલેક્ટ કમિટીના અધ્યક્ષ અને ટોકીના સાંસદ રોબર્ટ હાફોને રોબોટને સંસદમાં બોલવા આમંત્રણ આપ્યું હતુ. તેમણે મિડલસેક્સ યુનિવર્સિટીના આ હ્યુમનોઈડ રોબોટનું પ્રેઝન્ટેશન પહેલા પણ જોયું હતુ.

આમ તો રોબોટનું નામ પેપર રાખવામાં આવ્યું હતુ. પણ ટ્વીટર યુઝર્સે મજાકમાં તેનું નામ મેબોટ રાખી દીધું. રોબોટની આ કમાલ બાદ વડાપ્રધાન થેરેસા મેની મજાક ઉડી છે. લોકોએ મજાકમાં કહ્યું કે થેરેસા મેને બ્રેક્ઝિટની બહુ ઉતાવળ છે અને તેમનું આ કામ રોબોટ બહુ ઝડપથી કરી શકે છે. જ્યારે કે કેટલાક લોકોએ રોબોટને વડાપ્રધાન સાથે જોડતા કહ્યું કે રોબોટનું નામ બદલીને મેબોટ કરી નાખવું જોઈએ.

 

 

 

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!