એક પિતા માટે પોતાની પુત્રી જીવથી પણ વ્હાલી હોય છે પરંતુ સુરતમાં પિતા પુત્રીના સબંધને કલક કરતો કિસ્સો સામે આવ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પિતાએ પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં પત્નીએ પોતાના જ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પત્નીએ કરાવી દીધી ધરપકડ
પાંડેસરા મહાદેવનગર સોસાયટીની નજીક શ્રમ વિસ્તારમાં રહેતા સગા બાપે 21મી તારીખે રાત્રે ઘરે આવીને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. પત્ની અને તેની મોટી બહેન બહાર ધાગા કટિંગનું કામ કરતા હતા, પત્નીને એવું હતું કે પતિ આવીને સૂઈ ગયો હશે, જો કે થોડીવાર એક દીકરી બૂમાબૂમ કરતી બહાર આવતાં શૈતાન પિતાની હરકતો ખુલ્લી પડી ગઈ હતી. દારૂના નશામાં સગા બાપે નગ્ન હાલતમાં રૂમમાં બન્ને દીકરીઓની પાસે ગંદી હરકત કરાવી હતી. 12 અને 13 વર્ષની બન્ને દીકરીઓ ઘરમાં કેરમ રમતી હતી. આ ઘટના અંગે માતાએ તાત્કાલિક 100 નંબર પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પાંડેસરા પોલીસ દોડી આવતા પિતા ત્યાંથી ભાગી ગયો હતો. માતાની ફરિયાદ લઈને પોલીસે નરાધમ શૈતાન પિતા ગુલાબચંદ બિંદે (ઉ.વ.40) સામે બળાત્કાર અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધી ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી. બન્ને સગીરાઓને મેડિકલ પરિક્ષણ માટે ગુરુવારે સાંજે નવી સિવિલ લાવવામાં આવી હતી.
અગાઉ પણ બે વાર આવુ કૃત્ય કર્યુ
વધુમાં પોલીસે જણાવ્યું કે નરાધમ પિતા હાલમાં બેકાર છે, પતિ સાથે મહિલા અને તેની બે સગીર દીકરીઓ ભાડેના મકાનમાં રહેતી હતી. તે વખતે પતિ ભાડાની રિક્ષા ચલાવતો હતો. રિક્ષામાં ફાવટ ન આવતા નરાધમે પૈસાના માટે ઘરનો માલ-સામાન વેચી નાખ્યો હતો. જેના કારણે મહિલા તેની બે દીકરીઓ સાથે મોટી બહેનને ત્યાં રહેવા ચાલી ગઈ હતી. જયા નરાધમ તેઓની સાથે જ રહેતો હતો. વધુમાં ભોગ બનનારની માતાએ જણાવ્યું કે આવી જ રીતે અગાઉ પણ બે વાર આવુ કૃત્ય કર્યુ હતું. તેમ છતાં પણ તે સુધારવાનું નામ લેતો ન હતો. હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..