GSTV

Viral Video: PPE કિટ પહેરીને આવેલા ડોક્ટરને દર્દીએ સમજી લીધો ભૂત, વીડિયોમાં જુઓ પછી થઇ કેવી જોવા જેવી

દર્દીએ

Last Updated on September 6, 2021 by Bansari

કોરોના વાયરસ આવ્યા બાદ લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ ગયું છે. એક તરફ જ્યાં સામાન્ય લોકો માટે માસ્ક અને સેનિટાઇઝર રોજિંદા જીવનની જરૂરિયાત બની ગઇ છે તો સાથે જ હોસ્પિટલમાં ડોક્ટર માટે પીપીઇ કિટ પહેરવી હવે જરૂરી બની ગઇ છે. પરંતુ ઘણીવાર આ પીપીઇ કિટમાં ડોક્ટરને જોઇને દર્દી પણ બૂમો પાડવા લાગે છે.

દર્દીએ

વીડિયોમાં, જ્યારે ડોક્ટર જ્યારે પોતાની મહિલા દર્દીને જોવા ગયા, ત્યારે તેણે તેને જોતાની સાથે જ ચીસો પાડવા માંડી. જે પછી કંઈક એવું થયું કે ડરને કારણે સામેનો દર્દીનો પણ પરસેવો છૂટી ગયો અને પોતાની બીમારીને ભૂલીને બીમાર વ્યક્તિ તેના પલંગ પર ઉભો થઈને બેસી ગયો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, તમે જોઈ શકો છો કે ડોક્ટરો તેમની ફરજ દરમિયાન દર્દીઓના ચેક અપ માટે આવે છે, પરંતુ પછી એક મહિલા દર્દી તેમને ભૂત સમજીને ડરી જાય છે અને મોટે મોટેથી ચીસો પાડવા લાગે છે. મહિલાના ચીસોનો અવાજ સાંભળીને પલંગ પર સૂઇ રહેલા દર્દીની હાલત ખરાબ થઇ જાય છે, પરંતુ ડોક્ટરને જોયા બાદ તેણે રાહતનો શ્વાસ લીધો.

આ વિડિઓ જુઓ

આ રમુજી વિડીયો ઇન્સ્ટાગ્રામ પર Gidda Company નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘પેશન્ટે ગુમાવ્યુ પેશન્સ. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે મહિલાએ ડોક્ટરને યમરાજ સમજી લીધા.’ અન્ય એક યુઝરે કહ્યું, ‘ડરના કારણે બાજુ વાળો ભાગવા તૈયાર હતો’ આ સિવાય, અન્ય ઘણા યુઝર્સે આ વિડિઓ પર ફની કમેન્ટ્સ કરી રહ્યાં છે.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!