GSTV
Home » News » આગામી 48 કલાકમાં વાવાઝોડાને લઈ એલર્ટ યથાવત્ત, અતિ ભારે વરસાદનો ખતરો

આગામી 48 કલાકમાં વાવાઝોડાને લઈ એલર્ટ યથાવત્ત, અતિ ભારે વરસાદનો ખતરો

અરબ સાગરમાંથી આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાને લઈને ગુજરાત માટે હજુ ભયજનક સ્થિતિ છે. વાયુ વાવાઝોડાએ દિશા બદલી છે. પરંતુ અતિભારે વરસાદનો ખતરો યથાવત છે. રાજ્યમાં આગામી 48 કલાક વાવાઝોડાને લઈને એલર્ટ યથાવત છે. 26 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં દસ ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે. વાવાઝોડાને લઈને હજુ રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત ન થયાનો સરકાર દાવો કરી રહી છે.

વાયુ વવાઝોડાની અસર હજુ પણ કાયમ છે. અત્યારે ચક્રવાત ઓમાનની દિશામાં ફંટાય ચૂક્યું છે. પણ વેરાવળથી અત્યારે 110 કિલોમીટર દૂર છે. જેથી બપોરના સમયે વેરાવળના દરિયાકાંઠાના વિસ્તારમાં ઓમાન તરફ ફંટાવાના કારણે વાવાઝોડુ નહીં ટકરાય. જો કે તેની અસર રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આ પહેલા ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ વાવાઝોડુ ગુજરાતને અસર નહીં કરે તેવું જણાવ્યું હતું.

શું કહ્યું સ્કાયમેટે ?

રાજ્યમાં વાયુ વાવઝોડુ ફંટાયુ હોવાનો દાવો ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામા આવી છે. એજન્સીનો દોવા છે કે, વાયુ વાવઝોડું ઓમના તરફ આગળ વધી રહ્યુ છે. જેથી વાયુની દિશા બદલાઈ છે. જેથી રાજ્યમાં વાયુ વાવઝોડીની અસર ઓછી નહીં વર્તાય. પરંતુ રાજ્યના દરિયા કાંઢાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી. ત્યારે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ઉદભવેલાં વાયુ વાવાઝોડાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે જેના કારણે વાવાઝોડાની ગતિમાં વધારો થયો છે જેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે નુકશાન થવાની દહેશત સવાઇ રહી છે. ઝીરો ટોલરન્સ- ઝીરો કેજ્યુલિટીના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સજ્જ બની છે.

કેટેગરી-2માંથી કેટેગરી-1માં ફેરવાયું

વાયુ વાવાઝોડાએ ભલે દિશા બદલી હોય પરંતુ સંકટ ટળ્યું નથી. વાયુ વાવાઝોડુ કેટેગરી-2 માંથી કેટેગરી-1 માં ફેરવાયું છે. જોકે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાનો ખતરો છે. હવામાન વિભાગે જણાવ્યું કે 15 જૂન સુધી ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર રહેશે. વેરાવળથી 110 કિલોમીટર દુર વાવાઝોડાએ દિશા બદલી છે. 135થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં વાદળો છવાયેલા રહેશે.. અને છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યભરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

READ ALSO

Related posts

ઇરાને અમેરિકાનું જાસૂસી ડ્રોન તોડી પાડ્યા પછી, યુએસ પ્રમુખે ઈરાનને આપી આ ધમકી

Path Shah

રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

Riyaz Parmar

સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!