GSTV

નવા રોલમાં ભાજપ વડા અમિત શાહ, આ છે ગુજરાતથી દિલ્હી સુધી તેમની સફર

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હવે મોદી કેબિનેટમાં શામેલ થશે. પ્રધાનમંત્રી મોદીનાં અત્યંત નિકટનાં સહયોગી અમિત શાહ દેશનાં કેન્દ્રિય નાણા પ્રધાન બને તેવી શક્યતા છે. તેઓ વિદ્યાર્થી જીવનથી રાજનીતિમાં છે. વર્ષ 2014માં અમિત શાહને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે ભાજપનાં સૌથી સપળ પ્રમુખ તરીકે સારી કામગીરી કરી છે. જો કે હવે તેઓ મોદી સરકારમાં મંત્રી બનશે તો તેમની જગ્યાએ જગતપ્રકાશ નડ્ડા ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ બને તેવી શક્યતા છે.

અમિત શાહનાં નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક ચૂંટણીઓમાં વિજય પતાકા લહેરાવી છે. તેમનાં જ નેતૃત્વમાં જ ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી હતી. અમિત અનિલચંદ્ર શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. આવો જાણીએ અમિત શાહનાં જીવન સાથે જોડાયેલી વાતો…..

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખાસ ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ ગુજરાતનાં ધનાઢ્ય પરિવારમાંથી આવે છે.
 • તેઓ ગુજરાતનાં માણસામાં પ્લાસ્ટીક પાઇપનો પારિવારીક બિઝનેસ સંભાળતા હતાં.
 • તેમણે મહેસાણામાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ બાયોકેમેસ્ટ્રીનો અભ્યાસ અમદાવાદ ખાતે કર્યો હતો.
 • અમિત શાહે બાયોકેમીસ્ટ્રીમાં B.Sc. સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પિતાનો વેપાર સંભાળવામાં લાગી ગયા હતાં.
 • તેઓ બાળપણથી જ આરએસએસ સાથે જોડાઇ ગયા હતાં. કોલેજ અભ્યાસ દરમિયાન જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સભ્ય બન્યા હતાં.
 • વર્ષ 1982માં નરેન્દ્ર મોદી સાથે અમિત શાહે પહેલી મુલાકાત કરી..અને તે મુલાકાત મૈત્રિમાં બદલાઇ ગઇ.
 • વર્ષ 1983માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)થી જોડાયા અને અહિંથી જ તેમની રાજકિય કારકિર્દીનો પ્રારંભ થયો.
 • અમિત શાહે નરેન્દ્ર મોદીથી એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 1986માં ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી.
 • વર્ષ 1987માં અમિત શાહ ભારતીય જનતા યુવા મોરચાનાં સદસ્ય બન્યા.
 • વર્ષ 1999માં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક(એડીસીબી)નાં પ્રમુખ તરીકે ચૂંટાયા.
 • વર્ષ 1997માં મોદીએ સરખેજ વિધાનસભાની પેટાચૂંટણીમાં અમિત શાહને ટીકિટ આપવાની ભલામણ કરી હતી.
 • અમિત શાહે ફેબ્રુઆરી 1997ની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા અને વર્ષ 1998ની ચૂંટણીમાં પોતાની બેઠક જાળવી રાખી.
 • વર્ષ 1997થી 2012 સુધી અમિત શાહ સરખેજનાં ધારાસભ્ય રહ્યા. તેમજ વર્ષ 2009માં ગુજરાત ક્રિકેટ એશોસીએશનનાં વાઇસ પ્રેસીડેન્ટ બન્યા.
 • ત્યારબાદ વર્ષ 2013માં અમિત શાહ નારણપુરા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
 • વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ પદત્યાગ કર્યા પછી તેઓ GCAનાં પ્રમુખ બન્યા.
 • તેમણએ વર્ષ 2003થી 2010 સુધી ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.
 • અમિત શાહને 1991માં પહેલી રાજકિય તક ત્યારે મળી,જ્યારે લાલકૃષ્ણ આડવાણી માટે ગાંધીનગર લોકસભા સીટ પર તેમનાં માટે પ્રચાર કર્યો.
 • આવી જ એક તક ફરી વખત 1996માં અમિત શાહને મળ્યો હતો. જ્યારે અટલ બિહારી વાજપેયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ.નરેન્દ્ર મોદીનાં સૂચન પર તે ચૂંટણીની તમામ જવાબદારી ફરી અમિત શાહને સોંપવામાં આવી હતી. તે સમયે વાજપેયીએ પુરા દેશમાં પાર્ટીનો પ્રચાર કરતા હતાં. વાજપેયી પોતાનાં મતવિસ્તારમાં બરોબર સમય ન આપી શક્યા, સમગ્ર જવાબદારી અમિત શાહનાં ખંભા પર આવી હતી.
 • 2002માં નરેન્દ્ર મોદીની સરકારમાં સૌથી નાની વયે અમિત શાહને ગૃહ(રાજ્ય)મંત્રી બનાવવામાં આવ્યા.
 • અત્યાર સુધી અમિત શાહે કુલ 42 નાની-મોટી ચૂંટણી લડી. જેમાંથી એક પણ ચૂંટણીમાં તેમને હારનો સામનો કર્યો નથી.
 • સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહે વર્ષ 2010માં ધરપકડ વહોરવી પડી હતી. અમિત શાહ પર આરોપો તેનાં નજીકનાં ખાસ મનાતા ગુજરાત પોલીસનાં સસ્પેન્ડેડ અધિકારી ડિ.જી.વણઝારાએ કર્યો હતો.
 • 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહ યુપીનાં પ્રભારી રહ્યા હતાં.જેમાં તેમણે ભાજપને શાનદાર જીત અપાવી હતી.
 • 9 જુલાઇ 2014નાં રોજ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પસંદ કરાયા.

READ ALSO

Related posts

ગંગામાં મળી સાઉથ USમાં જોવા મળતી માછલી, વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે આ ડર

Mansi Patel

મહત્ત્વના સમાચાર/ શૈક્ષણિક વર્ષ 2020-21માં સ્નાતક અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પરીક્ષાઓની ગાઈડલાઈન જારી

Karan

IPL 2020: ચેન્નઈએ ટૉસ જીત્યો, પહેલા બેટીંગ કરવા ઉતરશે દિલ્હી, જાણો ક્યા ક્યા ખેલાડી રમશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!