ગુજરાતમાં વિકાસના નામે બણગા ફૂંકતી સરકારની અસલ વાસ્તવિકતા ઉજાગર કરતો એક વીડિયો સામે આવ્યો છે. નર્મદા જિલ્લો દેશ-વિદેશમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે જાણીતો બન્યો છે ત્યાં આ જ જિલ્લાની અસલ વાસ્તવિકતા હવે સામે આવી છે. એક તરફ સરદાર પટેલનુ વિરાટ સ્ટેચ્યુ છે, તો બીજી તરફ જિલ્લાના બીજા છેડે એક મહિલા બળદના અભાવે ખુદ તેના સ્થાને હળ ચલાવતી જોવા મળી છે. વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં મહિલાએ આ રીતે ખેતરમાં તનતોડ મહેનત કરવી પડી રહી છે.
ક્યાં છે વિકાસ! નાણાની તંગીના વરવા દ્ર્શ્યો, નર્મદામાં ખેડૂતે બળદને બદલે પત્નીને જોડી, હવે તો વિકાસના નામે શરમ કરો! #Gujaratsamachar #Gujaratinews #GSTVNEWS #Gujaratbjp #cmogujarat #Gujaratcongress #Bjp #Bhupendrapatel #News #Samachar #Viralvideo pic.twitter.com/VnvAWYwx1s
— GSTV (@GSTV_NEWS) August 6, 2022
- નાણાંની તંગીના વરવા દ્રશ્યો આવ્યા સામે.
- જિલ્લાના બારખાડી – કમોદીયા ગામે ખેતર ખેડવા બળદના બદલે પત્નીનો ઉપયોગ કરવા મજબુર બન્યા.
- ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે માત્ર ચોમાસા આધારિત ખેતી થાય છે.
- વરસાદ પડયા બાદ વાવેતર સમયે હળ જોડવા માટે બળદ ખરીદી ન શકતા અને ટ્રેક્ટરની વ્યવસ્થા ન કરી શકાતા મજબૂરી.
રાજ્યભરમાં વરસાદ બાદ ખેતીની શરૂઆત થઈ છે. ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદાના બારખાડી કમોદિયા ગામે આર્થિક રીતે તંગી ધરાવતા ખેડૂત પાસે ખેતી કરવા માટે બળદ પણ નથી. અને તે માટે પત્નીની મદદથી ખેતી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે જ્ગ્યાએ બળદ જોતરીને ખેતી થાય ત્યાં ખેડૂતની પત્ની મદદ કરતી જોવા મળી છે. ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારમા માત્ર ચોમાસા આધારિત ખેતી થાય છે અને આ ખેડૂતો ટ્રેકટર તો દૂર બળદ પણ ખરીદી શકતા નથી.

જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી સુધી વિકાસ પહોંચી શક્યો નથી. ટ્રેકટર આ પહાડી વિસ્તાર માં ન જઈ શકે માટે મહિલા એ હળ ખેંચ્યો હોવાની શક્યતા હોવાની વાત પણ વહેતી થઈ છે. જંગલ પહાડ વિસ્તારમાં કોઈ સુવિધા ત્યાં સુધી પહોંચી ન કરતા જાતે કામ કરવું પડે છે. આ ડુંગરાળ વિસ્તારના ગામડાઓ રહેતાં પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડુતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધા નહી હોવાથી તેઓ મહિલાઓથી કામ ચલાવવા મજબૂર બન્યા છે.
READ ALSO
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી