GSTV
Home » News » વિસાવદરના મોણીયા ગામમાં ત્રણ દિપડા કેનાલની પાઈપમાં ફસાયા

વિસાવદરના મોણીયા ગામમાં ત્રણ દિપડા કેનાલની પાઈપમાં ફસાયા

વિસાવદરના મોણીયા ગામની સીમમાં કેનાલના પાઇપ માં એક દીપડી અને તેના બે મોટા બચ્ચા સાથે ફસાઈ ગયા હોવાની જાણ વાડીમાલિકે કરતા વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણેય દીપડાઓને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત સુધી તેમાં વનવિભાગને સફળતા મળી ન હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોણીયાની સીમમાં સમજુભાઈ કરશનભાઈ સાવલિયા નામના ખેડૂતના ખેતર નજીક કેનાલનો પાઈપ ૩૦ ફૂટ લંબાઈ વાળો પસાર થાય છે. જેમાં આજે બપોર બાદ દીપડી પોતાના એકાદ વર્ષના બે બચ્ચાઓને લઈ છુપાવવા માટે પાઈપમાં ઘૂસી ગઈ હતી અને આ અંગેની જાણ વાડીમાલિકને થતાં તેણે સમગ્ર વાતથી વન વિભાગને વાકેફ કરતાં વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે આવી તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બાદમાં વન વિભાગના સ્ટાફ દ્વારા કેનાલના પાઇપની બન્ને સાઈડ પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેથી દીપડાઓ આ પાંજરામાં કેદ થઇ શકે. પરંતુ વનવિભાગના કલાકોના પ્રયત્નો છતાં ત્રણે દીપડાઓ પાંજરામાં કેદ થયા ન હતા અને પાઇપમાં છુપાયેલા રહતા હતા. જેથી મોડીરાત્રીના વન વિભાગ એક બાજુ પાંજરૂ ગોઠવી અને બીજી બાજુ તેલના ખાલી ડબ્બાઓ અને તેમાં મોટી પાણીની લાઈન બાંધી દીપડાને પાંજરે પુરવા પ્રયત્ન કરવાનું કરનાર હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રીના ત્રણમાંથી એક દિપડો પાઈપ માંથી પાંજરામાં કેદ થયો હતો.

જયારે હજુ બે દીપડા કેનાલના પાઈપમાં ફસાયેલા છે.24 કલાક બાદ પણ દીપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળી નથી. જયારે બે દીપડાને પાંજરે પુરવામાં વનવિભાગને હાલ ઘણી મહેનત કરવી પડે તેમ લાગી રહ્યું છે.આ દીપડી તેના બચ્ચાને લઇ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સતત અવરજવર કરતી હોય તેથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે અને ખેડૂતોની માંગણી છે કે આ ત્રણે દીપડાઓને તાત્કાલિક પાંજરે પુરવામાં આવે તે જરૂરી છે.

READ ALSO

Related posts

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur

ચીન પોતાનું જહાજ વિવાદાસ્પદ સ્પાર્ટલી ટાપુથી દૂર રાખે : વિએટનામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!