GSTV
Home » News » મંદીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેજીનો તોખાર, 200 ટકાનો ફાયદો થયો ભારતને

મંદીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં તેજીનો તોખાર, 200 ટકાનો ફાયદો થયો ભારતને

મંદીના માહોલ વચ્ચે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની નિકાસમાં ભારે ભરખમ વધારો થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં જ્વેલરીની એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો થયો છે. જેના કારણે સુરત અને અમદાવાદ પોર્ટમાં જ્વેલરી એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે.

દેશભરમાં મંદીનો માહોલને કારણે ઉદ્યોગો પર તેની ખાસ્સી અસર જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં એક્સપોર્ટમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ચાઇનામાંથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેના કારણે હવે અમેરિકન વ્યાપારી ગુજરાત રીઝન પાસેથી જેમ્સ એન્ડ જ્વેલરીમાં વધુ રુચી દર્શાવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ચીન ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યુટીના કારણે તેની કરન્સીમાં ગિરાવટ જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનામાં આ કારણોસર ગુજરાતમાંથી ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના એક્સપોર્ટમાં 200 ટકાનો વધારો નોંધાયો છે.

હાલ જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ઓવરટાઈમ કરી રહ્યા છે. તો ક્રિસમસના પર્વના કારણે અમેરિકાને જે પણ ડિઝાઇન અને આકારમાં જ્વેલરી અને ડાયમંડ જોઈતા હતા, તેઓની ડિમાન્ડ દેશના વ્યાપારીઓ પુરી કરી રહ્યા છે. જેને કારણે ભારતીય વ્યાપારીઓ ને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. જે હાલના મંદીના સમયમાં સંજીવની સમાન સાબિત થઇ રહ્યા છે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!