GSTV
Home » News » LRD પેપર લીક કેસમાં આરોપીઓને લઈને પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી

LRD પેપર લીક કેસમાં આરોપીઓને લઈને પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી

લોકરક્ષકની ભરતીના પેપર લીક મામલે ઝડપાયેલા આરોપીઓની મેડિકલ તપાસ પૂર્ણ થઈ છે. મેડિકલ તપાસ દરમિયાન રૂપલ શર્માને ગભરામણ થઈ હતી. તેનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું હતું. તો સાથે જ ECG પણ કરવામાં આવ્યું. જોકે તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. આ કેસના અન્ય આરોપીઓએ સાંધામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ તેઓના પણ રિપોરટ નોર્મલ આવ્યા છે.

ચારેય આરોપીઓનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું. આરોપીઓનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થતા હવે તેમની પૂછપરછ શરૂ થઈ છે. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ થાય તેવું મનાય છે. પેપરલીક કાંડમાં મુખ્ય સૂત્રધાર એવો યશપાલ હજુ ફરાર છે. તે શખ્સ જ દિલ્હીથી પેપર લઈને આવ્યો હતો. પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.

Related posts

મુંબઈના હીરા વેપારીનું સુરતમાં અપહરણ કરવાનો પ્રયાસ, 9 લોકોની ધરપકડ

Nilesh Jethva

વડોદરાની દુષ્કર્મ પીડિતાએ બન્ને નરાધમોને ઓળખી કાઢ્યા, આ કારણે સ્થાનિક પોલીસના હાથમાં ન આવ્યો આરોપી

Nilesh Jethva

ભ્રષ્ટાચાર કરવામાં સરકારી બાબુઓ અવલ્લ, છેલ્લા પાંચ વર્ષમાં આટલા લાંચિયા અધિકારી ઝડપાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!