GSTV
Home » News » લોકસભામાં રાહુલે કહ્યું હું કોઈ બીજા પર આક્ષેપ નથી કરી રહ્યો, મારો સીધો નિશાનો છે આ વ્યક્તિ પર

લોકસભામાં રાહુલે કહ્યું હું કોઈ બીજા પર આક્ષેપ નથી કરી રહ્યો, મારો સીધો નિશાનો છે આ વ્યક્તિ પર

લોકસભામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સરકારને નિશાને લીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંરક્ષણ પ્રધાન કે મનોહર પર્રિકર પર આરોપ નથી લગાવી રહ્યો છે. મારી પાસે તેમના વિરૂદ્ધ કોઇ પુરાવા નથી. રાહુલે કહ્યું કે તેઓ સીધા પીએમ મોદી પર આરોપ લગાવી રહ્યા છે કે કારણ કે પીએમ મોદી આ ડીલમાં સીધેસીધા સામેલ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે સંરક્ષણ પ્રધાન કહે છે કે રફાલ ડીલના નવા કોન્ટ્રેક્ટરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડને હટાવીને અનિલ અંબાણીને લાવવામાં આવ્યા. તેઓ જણાવે કે ડબલ Aને કોણ લાવ્યું. જો પાડોશી ખતરનાક છે તો 126ના સ્થાને માત્ર 36 રફાલ વિમાન માટે કેમ ડીલ થઇ. 126 વિમાન માટે કેમ ન થઇ. વડાપ્રધાને સંરક્ષણ પ્રધાનને બાઇપાસ કરીને ડીલનું એલાન કેમ કર્યું.

Related posts

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel

કરીનાના લાડલા સાથે મલાઈકાના દીકરાનો ક્યુટ ફોટો વાયરલ, અભિનેત્રી શેર કરી લખી આ વાત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!