17મી લોકસભાના વિજયી ઉમેદવારમાં મહિલાઓની કુલ સંખ્યા 78 છે.. મહિલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધુ ભાગીદારી સાથે નવી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા કુલ સાંસદોની સંખ્યાના 17 ટકા થઇ જશે. મહિલા સાંસદોની સૌથી ઓછી સંખ્યા નવમી લોકસભામાં 28 રહી હતી. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની 542 બેઠકો માટે જાહેર કરેલા ચૂંટણી પરિણામના આધારે સૌથી વધુ 40 મહિલા ઉમેદવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી છે.. જ્યારે કોંગ્રેસની ટિકિટ પર માત્ર પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી જ મહિલા ઉમેદવાર તરીકે રાયબરેલીમાંથી જીત્યા છે.
ભાજપમાંથી સ્મૃતિ ઇરાની.. મેનકા ગાંધી.. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર.. હેમા માલિની.. કિરણ ખેર.. રીટા બહુગુણા જોશી સહિતની મહિલા ઉમેદવારોએ વિજય પરચમ લહેરાવ્યા છે..
લોકસભા ચૂંટણીમાં કુલ 8049 ઉમેદવાર મેદાનમાં હતા.. જેમાંથી 724 મહિલા ઉમેદવાર હતી.. 16મી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 64 રહી.. જેમાંથી 28 મહિલા સાંસદો ફરી ચૂંટાઇને આવી છે.
કોંગ્રેસે સૌથી વધુ 54 અને ત્યારબાદ ભાજપે 53 મહિલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી.. અન્ય પક્ષોમાં બીએસપીએ 24,, ટીએમસીએ 23.. સીપીએમએ 10… સીપીઆઇએ ચાર અને એનસીપીએ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી.. આ ઉપરાંત અપક્ષ તરીકે 222 મહિલાઓએ પણ ચૂંટણી લડી..છેલ્લા ઘણા વર્ષોથી સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની માગણી થતી રહી છે.. ત્યારે 17મી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા વધતા હવે તેમના પ્રતિનિધિત્વ પણ વધ્યું છે..
READ ALSO
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’