પીએમ મોદી સામે કદાવર પાટીદાર નેતા લડશે ચૂંટણી : સપા- બસપાની તૈયારી, ગુજરાતી સામે ગુજરાતી

ઉત્તર પ્રદેશના વારાણસી બેઠક પર સપા અને બસપા સૌથી મોટો રાજકીય દાવ ખેલવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીની સામે હાર્દિક પટેલ સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર બની શકે છે. સપા અને બસપા વારાણસીમાં પીએમ મોદીને ઘેરવાની તૈયારી કરી રહી છે. સપા અને બસપા વારાણસી બેઠક પરથી મજબૂત ઉમેદવાર ઉતારી પીએમ મોદીને ટક્કર આપવા રણનીતિ ઘડી રહી છે. આ પ્રકારના અહેવાલ ત્યારે સામે આવ્યા જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી ઉત્તર પ્રદેશમાં સાથે પ્રેસ કોન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રોના મતે સપા અને બસપા સાથે મળીને લોકસભા બેઠકની જાહેરાત કરી શકે છે.

ગુજરાતી વિરૂદ્ધ ગુજરાતી

છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ સામે મેદાને પડેલા અને પોતાનું અલગ ગઠબંધન કરી ચૂકેલા માયાવાતી અને અખિલેશ યાદવ હવે કોઈ પણ કાળે લોકસભાની ચૂંટણી જીતવા માંગે છે. આની પાછળનું કારણ તપાસવામાં આવે તો રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ સાથે મધ્યપ્રદેશમાં ગઠબંધન કર્યા છતા અખિલેશ યાદવની પાર્ટીના કોઈ નેતાને મંત્રીપદ નહોતું આપવામાં આવ્યું. જેના કારણે અખિલેશ યાદવ રાહુલ ગાંધી સામે માયાવતીને લઈ મેદાને પડ્યા છે. આવા સમયે હાર્દિક પટેલનું નામ જ્યારે ચર્ચામાં આવે ત્યારે મોટી વાત કહેવાય. કારણ કે હાર્દિક પટેલ ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ એક મોટા ચહેરા તરીકે ઉભર્યા છે. ઉપરથી થોડા સમય પહેલા જ તેમણે કરેલા ઉપવાસના કારણે કેન્દ્રના નેતાઓ એ તેમની મુલાકાત લેતા હાર્દિક એક મોટા ચહેરા તરીકે ઉભર્યો હતો. ગુજરાતના નેતા સામે ગુજરાતના આંદોલનકારી નેતાને મેદાનમાં ઉતારી સપા અને બસપા જીત મેળવવાની આશા રાખી રહી છે.

લોકસભામાં હાર્દિક ફેક્ટર કામ લાગશે ?

હાર્દિક પટેલ ગુજરાતમાં તો મોટો ચહેરો છે. ઉપરથી તેના નામ માત્રથી ગુજરાતમાં ચૂંટણી જીતી શકાય તેવી શક્યતા છે, પણ શું ભારતમાં યોજાનારી લોકસભા જેવી ચૂંટણીમાં હાર્દિકને ઉતારવાનો ખેલ સપા બસપાને જીતનો સ્વાદ ચખાડશે ? કારણ કે નરેન્દ્ર મોદી એક કદાવર નેતા છે. હાલ સ્થિતિ એવી છે કે તેઓ કોઈ પણ જગ્યાએ ઉભા રહે ત્યાંથી જીતી શકે છે. ત્યારે વારાણસીની જનતાને ગુજરાત સામે ગુજરાત કરી જીત મળી શકે તેમ નથી. સ્થિતિ એવી છે કે હાર્દિકને ગુજરાતની બહાર ચૂંટણી લડવાની છે જ્યાં તેનો ચહેરો અને કામગીરી કંઈ કામની નથી. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ નરેન્દ્ર મોદી પર વાકપ્રહાર કરી રહ્યો છે. હાર્દિકે ગુજરાતની ભાજપ સરકારને ઘેરવામાં કંઈ બાકી નથી રાખ્યું. એટલે ભાજપના સૌથી મોટા શત્રુને મેદાનમાં ઉતારવા માટે પણ સપા બસપા આ પ્લાન ઘડી રહી હોવાનું કહી શકાય.

લોકપ્રિયતા તેમની વિસનગરમાં ૨૦૧૫માં યોજાયેલી રેલીથી શરૂ થઇ

ગુજરાતમાં ૨૦૧૫થી પાટીદારોને અનામતની માંગણી ઉગ્ર બની હતી અને તેને લીધે હાર્દિક પટેલને એક યુવા પાટીદાર નેતા તરીકે દેશભરમાં લોકો ઓળખતા થયા હતા. હિંસા અને અનેકવિધ કારણોસર પાટીદાર અનામત આંદોલન સતત સરકાર સાથે સંઘર્ષરત રહ્યું છે. સવર્ણોને આ ૧૦ ટકા અનામત કેન્દ્ર સરકારની જાહેરાતને ઘણા પાટીદાર નેતાઓ પોતાની લડતની એક જીત માની રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની રચના કરનાર અને આ સંસ્થાના કન્વીનર હાર્દિક પટેલની લોકપ્રિયતા તેમની વિસનગરમાં ૨૦૧૫માં યોજાયેલી રેલીથી શરુ થઇ હતી. ઓગસ્ટ 2015માં વિસનગરની પોતાની પ્રથમ રેલીથી લઈને 2018માં અમદાવાદનાં ગ્રીનવુડ્સ બંગલોઝ ખાતેના ઉપવાસ સુધી 24 વર્ષીય હાર્દિક પટેલ મજબૂત રાજનેતા તરીકે ઉભર્યા છે. હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા છે અને છ મહિના સુધી તડીપાર થયા છે. તેમની સામે રાજ્યભરમાં અંદાજે 56 એફઆઇઆર થઇ છે. ચોવીસ વર્ષના હાર્દિક પટેલ ઑગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે 2018માં અમદાવાદના ગ્રીનવૂડ્ઝ બંગલોઝમાં ચાલતા તેમના ઉપવાસ સુધીમાં એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.

4 વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા

ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2018 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે. હાર્દિક પટેલ તેમની ત્રણ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં 56 એફઆઈઆર નોંધાઈ છે. હાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો.

રેલી બાદ લોકો સેલ્ફી ક્લિક કરતા થઈ ગયા

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સ્થાપક અને સંયોજક હાર્દિક પટેલને વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવી શરૂ થઈ હતી. એક સામાન્ય યુવાન સાથે એ રેલી બાદ લોકો સેલ્ફી ક્લિક કરતા થઈ ગયા હતા.હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ફરીવાર ગરમાટો લાવ્યા છે. હાર્દિકે અવારનવાર જણાવ્યું છે કે તેઓ રાજકીય નેતા નથી, પણ સમાજસેવક છે. જોકે, હાર્દિક પટેલ રાજકારણથી દૂર રહી શકતા નથી એ પણ હકીકત છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter