GSTV

લોકસભામાં 47 પક્ષપલટુઓને પ્રજાએ શિખવાડ્યો સબક, કદાવર નેતાઓને પણ ન સ્વીકાર્યા

Last Updated on May 25, 2019 by Karan

ચૂંટણી પહેલા પક્ષ બદલનારા મોટા ભાગના નેતાઓ હારી ગયા છે. ચૂંટણી પહેલા ૭૫ ઉમેદવારોએ એક પક્ષમાંથી બીજા પક્ષમાં ગયા હતાં. જો કે આ ૭૫ ઉમેદવારોમાંથી ૪૭ ઉમેદવારોની હાર થઇ છે. અભિનેતામાંથી નેતા બનેલા શત્રુધ્ન સિંહા ભાજપ છોડીને એપ્રિલ મહિનામાં કોંગ્રેસમાં જોડાયા હતાં. તેઓ બિહારની પટણા સાહેબ બેઠક પરથી ભાજપના રવિશંકર પ્રસાદ સામે ૨.૮૪ લાખ મતોથી હારી ગયા છે.

આ છે નેતાઓ જે જીત માટે હતા દાવેદાર

રાજદની ટિકિટ પર માધેપુરાથી લડનારા જદ(યુ)ના પૂર્વ પ્રમુખ શરદ યાદવ જદ(યુ)ના દિનેશ ચંદ્ર યાદવ સામે ૩ લાખ મતોથી હારી ગયા છે. એનસીપી છોડી કોંગ્રેસમાં જોડાયેલા તારીક અનવર કટિહારમાં ૫૭,૦૦૦ મતોથી હારી ગયા છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા કિર્તી આઝાદ ઝારખંડના ધનબાડમાંથી ૪.૮ લાખ મતોથી હારી ગયા છે.  પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર કોંગ્રેસની ટિકિટ પરથી રાજસ્થાનના બાડમેરમાંથી હારી ગયા છે.

ઉમેશ યાદવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને હરાવી દીધા

જો કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જનારા કેટલાક નેતાઓ જીતી ગયા છે. ભોજપુરી અભિનેતા રવિકૃષ્ણ શુક્લ ૨૦૧૭મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં. તેઓ ગોરખપુર બેઠક પર ૩ લાખ મતોથી જીતી ગયા છે. જદ(એસ) છોડીને બસપામાં જોડાયેલા કુંવર દાનિશ અલી ૬૩,૨૪૮ મતોથી જીતી ગયા છે. ઉમેશ યાદવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને હરાવી દીધા છે.


Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!