લોકસભામાં કોંગ્રેસ દમ દેખાડશે પણ યુપીમાં વર્ષ 2022માં અમારો મુખ્યમંત્રી હશે

કોંગ્રેસે સોમવારે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, નવનિયુક્ત મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે લખનૌમાં રોડ શો કરીને કાર્યકરોમાં નવો જોશ ઉભો કરવા પ્રયાસ કર્યો. રોડ શો બાદ લોકોને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પ્રિયંકા અને સિંધિયાને યુપી મોકલવા પાછળ પોતાનો પ્લાન પણ જણાવ્યો. રાહુલે કહ્યું કે યુપીથી જ પાર્ટીની શરૂઆત થઇ હતી અને અહીંયા પાર્ટી નબળી રહી શકે નહીં. યુપીમાં પાર્ટીને ઉભું કરવાનું કામ પ્રિયંકા અને જ્યોતિરાદિત્યને સોંપવામાં આવ્યું છે.

રાહુલે કહ્યું કે તેમણે બંને નેતાઓને કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન થવું જોઇએ પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનાવવી પડશે. આ જવાબદારીને એક ઇંચ પણ પાછળ હટ્યા વગર પૂર્ણ કરવાની રહેશે. તેમણે એલાન કર્યુ કે કોંગ્રેસ પાર્ટી કોઇ પણ રાજ્યમાં બેકફૂટ પર નહીં પરંતુ ફ્રંટફૂટ પર રમશે. રાહુલે કહ્યું કે આ વિચારધારાની લડાઇ છે. કોંગ્રેસથી અલગ ભાજર-આરએસએસ અને નરેન્દ્ર મોદીની વિચારધારા દેશને તોડવાની, નફરત ફેલાવવાની અને દેશને નબળો પાડવાની છે.

રાહુલ ગાંધીએ બેરોજગારી, ખેડૂતોની પરેશાની અને રફાલ મુદ્દે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો પાસે ઘણા મુદ્દાઓ છે. ચૂંટણીમાં આ વખતે બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની દેવામાફી જેવા મુદ્દાઓ છે. અહીંયા ગઠબંધન પણ મેદાનમાં છે. રાહુલે કહ્યું કે તેઓ માયાવતી અને અખિલેશ યાદવનો આદર કરે છે. પરંતુ કોંગ્રેસ સંપૂર્ણ દમખમ સાથે લડશે. પોતાની વિચારધારા માટે લડશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter