GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કડક દારૂબંધી માત્ર કાગળ પર, દારૂમાં રાજ્યભરમાં અમદાવાદ અગ્રેસર

ગુજરાતમાં દારૂબંધી દાયકાઓથી છે. છતાં રાજ્યનો એકપણ જિલ્લો એવો કે જ્યાં દારૂ ન મળતો હોય. અનેક જગ્યાએ લોકો નશાની હાલતમાં મળી આવતા હોય છે. નશાની હાલતમાં અકસ્માતો સર્જાતા હોય છે. તો પોલીસ પણ અનેક સ્થળોએ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને નામ પૂરતી કાર્યવાહી કરે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 252 કરોડનો દારૂ ઝડપાયો છે. આ બધું એ વાતનો પૂરાવો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક લોકો તેના નશાને રવાડે ચઢ્યા છે. સરકાર એક બાજુ રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલબાંગો પોકારે છે. તેવામાં વિધાનસભામાં શિયાળુ સત્રના પહેલા જ દિવસે ચોંકાવનારા ખુલાસા થયા.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપાયો તેવા કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં પૂછેલા જવાબમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સૌથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. અમદાવાદમાંથી રૂ.25 કરોડ 8 લાખ 68 હજાર 519ની કિંમતની 8 લાખ 39 હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. પરંતુ બોટલના જથ્થાની દ્રષ્ટીએ પાંચમાં ક્રમે છે.

તો સૌથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો સુરતમાંથી ઝડપાયો છે.. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે. વલસાડમાંથી 17 કરોડ 15 લાખ 31 હજાર 770ની કિંમતની 17 લાખ 57 હજાર 889 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ ત્રીજા નંબર પર પંચમહાલ છે. પંચમહાલમાંથી 6 કરોડ 20 લાખ 53 હજાર 596ની કિંમતની 8 લાખ 52 હજાર 590 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે.

અમદાવાદમાં છારાનગર દેશી દારૂના અડ્ડા માટે પંકાયેલું છે. સરકાર પણ જાણે છે અને પોલીસ પણ જાણે છે કે છારાનગરમાં બેરોકટોક દેશીદારૂના અડ્ડા ચાલે છે. અમદાવાદ રૂ. 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યાર બાદ રૂ. 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર છે. પાટનગર ગાંધીનગરમાંથી રૂ.10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. પોલીસ ક્યારેક દબાણવશ થઈ દરોડા પાડવાની કાર્યવાહી કરે છે. પછી પાછું હતું તેમ ગોઠવાઈ જાય છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!