GSTV
Home » News » સેનાનું પરાક્રમ શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત આતંકીઓ ઠાર

સેનાનું પરાક્રમ શોપિયામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાત આતંકીઓ ઠાર

myanmar strike

જમ્મુ કાશ્મીરમા સેનાએ ઓપરેશન 60 હેઠળ 24 કલાકમાં સાત આતંકવાદીઓને ઠાર કર્યા. જેમા સેનાએ લશ્કરના કમાન્ડર  અલીભાઈ સહિત કુલ 5 આતંકવાદીને ઠાર કર્યા. સેનાએ બાંદીપોરામાં બે, બારામુલામાં બે અને શોપિયામાં બે આતંકવાદીને ઠાર કર્યા. અથડામણ દરમ્યાન 11 વર્ષના બાળકનું મોત થયુ છે. જેનો મૃતદેહ મળી આવ્યો છે. ગત રાતથી પણ શોપિયાના ઈમામ સાહબ વિસ્તારમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

Pulwama in Jammu Kashmir

એક મકાનમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. તેમજ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તો બાંદીપોરામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકી માર્યા ગયા છે. જેમાં લશ્કરનો ટોપનો કમાન્ડર અલીભાઈ પણ સામેલ છે. બારામુલામાં ગુરુવારે થયેલી અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામા આવ્યા છે. આ દરમિયાન એક અધિકારી સહિત ત્રણ સેનાના જવાનો ઘાયલ થયા છે.

જૈશનો આતંકી સાજિદ ખાન ઝડપાયો

દિલ્હી પોલીસેના સ્પેશિયલ સેલે જૈશના આતંકવાદી સાજિદ ખાનની ધરપકડ કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાજિદ ખાન પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડના સંપર્કમા હતો. આતંકી સાજિદ પુલવામા હુમલા પહેલા દિલ્હી આવ્યો હતો. ત્યારે પોલીસે પકડમાં આવેલા સાજિદની પૂછપરછ શરૂ કરી  છે.  મહત્વપૂર્ણ છે કે, પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાન શહીદ થયા હતા. અને આ હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. જે બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકવાદીઓના ઠેકાણાને નેસ્ત નાબુદ કર્યા હતા.

Read Also

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!