GSTV
Home » News » ગુજરાત મોડલની વરવી વાસ્તવિક્તા : આ જિલ્લામાં એક વર્ષમાં 28 બાળકીઓ સાથે દુષ્કર્મ

ગુજરાત મોડલની વરવી વાસ્તવિક્તા : આ જિલ્લામાં એક વર્ષમાં 28 બાળકીઓ સાથે દુષ્કર્મ

નવસારી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૮ બળાત્કારની ઘટનાઓ બની છે. જેમાં ૬ થી ૯ વર્ષની ૫ બાળાઓને નરાધમોએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેથી આવી ઘટનાઓને રોકવા માટે બાળાઓને મજબુત બનાવવા સાથે સમાજને જાગૃત કરવા પોલીસ દ્વારા શાળા કોલેજોમાં સ્વરક્ષણનાં સેમીનાર સાથે કાયદા બાબતે પણ માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ જાગૃત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે.

ખાસ કરીને મહિલાઓને માર્ગદર્શન આપીને બળાત્કાર કે અત્યાચાર જેવી ઘટનાઓ ટાળવાનો પ્રયાસ જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જયારે હાલમાં સુરક્ષા સેતૂ અંતર્ગત જિલ્લાની શાળા અને કોલેજોમાં વિધાર્થીનીઓને ગુડ ટચ, બેડ ટચ સાથે સ્વ રક્ષણની તાલીમ તેમજ મહિલાઓને લગતા કાયદાઓની પણ માહિતી અપાઇ રહી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

Nilesh Jethva

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

ફ્રીઝ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!