GSTV
Home » News » વઘઈ, કોડીનાર અને ચીખલીમાં જળબંબાકાર : 37 તાલુકામાં 4થી 8 ઈંચ વરસાદ વરસ્યો

વઘઈ, કોડીનાર અને ચીખલીમાં જળબંબાકાર : 37 તાલુકામાં 4થી 8 ઈંચ વરસાદ વરસ્યો

તો રાજયમાં ચોમાસું હવે જામ્યુ છે. પાછલા ર૪ કલાકમાં ર૮ જિલ્લાના ૧પ૭ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ ડાંગના વઘઇમાં સવા આઠ ઇંચ વરસાદ થયો છે. તો ગીર સોમનાથના કોડીનારમાં પણ આઠ ઈંચ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં સતત બીજા દિવસે આઠ ઇંચ વરસાદ થયો છે. તો અમરેલીના વડીયામાં સાત ઇંચ, રાજુલામાં છ ઇંચ, સાવરકુંડલામાં પાંચ ઇંચ વરસાદ થયો છે. રાજયના ૩૭ જેટલા તાલુકાઓમાં ચારથી આઠ ઇંચ વરસાદ થયો છે રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદમાં આગામી ૧૫-૧૬ જુલાઇના ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘અપર એર સાયક્લોનિક સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું પ્રભુત્વ વધે તેની પૂરી સંભાવના છે. આગામી પાંચ દિવસ જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ‘ ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગત વર્ષે જુલાઇ માસમાં કુલ ૩૨.૩૨ ઈંચ વરસાદ નોંધાયો હતો, જેમાં ૨૭ જુલાઇએ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

વિક્ટર ગામે આવેલો લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો

અમરેલીના રાજુલામાં બારે મેઘ ખાંગા થતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.પાંચ કલાકમા પાંચ ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. રાજુલા પંથકના વિક્ટર, દાતરડી, ખેરા, પટાવા, ચાંચ સહિતના ડુંગર વિસ્તારમાં મઘ મહેર જોવા મળી છે. રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવાર 6વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. વિક્ટર ગામે આવેલો લેબર ક્વાટર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ઘરમાં કમર ડુબ પાણી ભરાતા લોકોએ અગાશી પર રાત વિતાવવા મજબૂર બન્યા હતા. નાના બાળકો પણ રાત્રિ દરમિયાન ઉજાગરો કરવો પડ્યો હતો.તો કેટલાક બાળકોએ વરસાદી પાણીમાં નહાવાની મોજ માણી હતી.

શેત્રુંજી નદી બંને કાંઠે વહેવા લાગી

અમરેલી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નિરની આવક થઈ છે. શેત્રુંજી નદી બંને કાંઠે વહેવા લાગી છે. ગારીયાધારના લુવરા ફિફદ વિસ્તારના છે..શેત્રુંજી નદી  ભાવનગરવાસીઓની જીવાદોરી સમાન છે ત્યારે નદીમાં નવા નીરની આવક થતા લોકો નવા નીર જોવા ઉમટી પડ્યા હતા.

વાજડી ગામે પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા

ઉનામાં ભારે વરસાદના કારણે નવી વાજડી ગામે પુલ ધરાશાયી થયો છે. જેના કારણે વાજડી ગામે પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓ ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી છે..

અમરેલીના બગસરા વિસ્તારમાંમા પણ ભારે વરસાદ પડ્યો છે. બગસરાની સાતલડી નદીમાં પુર આવ્યા છે. જેના કારણે બગસરામાં ગટરના પાણી પણ બેક મારતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો નાગબાપાની ડેરી પાસે આવેલુ જુનુ મકાન પડ્યુ હતુ. જેમાં બાજુમાં રહેતા શખ્સનો બચાવ થયો હતો. જો કે બાઇક દબાઇ ગયુ હતુ.

સૌથી વધુ જૂનાગઢ તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જુનાગઢને પાણી પુરૂ પાડતો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સૌથી વધુ જૂનાગઢ તાલુકામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરનાર પર પણ ભારે વરસાદને કારણે ઝરણા વહેતા થયા હતા. દામોદર કુંડ પણ છલકાયો હતો. જિલ્લાના ભેંસાણ તાલુકામાં છ ઇંચ વરસાદ થયો હતો. તો વંથલીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ થયો હતો. મેંદરડામાં ત્રણ ઇંચ જ્યારે કે કેશોદમાં એક ઇંચ વરસાદ થયો છે. જિલ્લાના આણંદપુર ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઇ છે. તો કેશોદમાં પણ વહેલી સવારથી વરસાદે જોર બતાવ્યુ છે. કેશોદમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.કેશોદ તાલુકાના ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં નવા નીર પણ આવ્યા હતા. ઉપરવાસના જુનાગઢ ગીરનાર પર પડેલા વરસાદથી ઓઝત નદીમાં સીઝનમાં પહેલીવાર નવા નીર આવ્યા હતા. જાફરાબાદના ટીમ્બિમા ધોધમાર વરસાદના પગલે રૂપેણ નદીમાં ઘોડાપુર અાવ્યું છે. મોરબીના ટંકારામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ટંકારાના મિતાણા ગામે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.

ભારે વરસાદને કારણે અમોદ્રા ગામ સંપર્ક વિહોણું બન્યુ

ગીર સોમનાથના ઉના પંથકમાં વરસાદી હેલીનો માહોલ છવાયો છે. સતત બે દિવસથી ભારે વરસાદ વીતી રાતે પણ અવિરત રહ્યો હતો. ભારે વરસાદને કારણે ઉના પંથકના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ઊના સહિત ગ્રામ્ય વિસ્તારમાં બેથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અમોદ્રા ગામ સંપર્ક વિહોણું બન્યુ હતુ. મછુન્દ્રી નદી બે કાઠે વહેતી થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં સાંજના છથી સવારના છ સુધીમાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો ઉનામાં ત્રણ ઇંચ, કોડીનારમાં ત્રણ ઇંચ, તાલાળામાં બે ઇંચ, ગીર ગઢડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

ગોંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજકોટના ગોંડલમાં વહેલી સવારથી વરસાદ જામ્યો છે. ગુરૂવારે પણ આખો દિવસ અહી વરસાદ વરસ્યો હતો. વીતી સાંજના ચાર વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં ગોંડલમાં 3. 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગોંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાર્વત્રિક વરસાદને કારણે ગોંડલ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધરમપુર 5.96 ઇંચ.. વલસાડ 4.88 ઇંચ.. પારડી  3.8 ઇંચ..કપરાડા  3.32 ઇંચ તો વાપીમાં 1.55 ઇંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઇને જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે.જેને લઈને 9 જેટલા ગામોનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે. અહીની ઔરંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.

Related posts

અનુરાગ ઠાકૂર અને કપિલ મિશ્રા જેવા લોકો સાથે હું ન રહી શકું, દિગ્ગજ અભિનેત્રીએ ભાજપને કહ્યું બાય બાય

Pravin Makwana

સીરિયા અને તુર્કી વચ્ચે તણાવ વધ્યો : રશિયાએ યુદ્ધ જહાજો રવાના કર્યા, 78 સૈનિકોનાં મોત

Karan

સીએમ રૂપાણીના હસ્તે ઉમિયા માતાજીના મંદિર નિર્માણનો પાયો નંખાયો, શ્રીશ્રી રવિશંકર મહારાજ સહિત અનેક સંતો હાજર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!