GSTV

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં મેઘમહેર, આ 27 તાલુકાઓમાં ચાર ઈંચ સુધી વરસાદ

Last Updated on June 25, 2019 by Bansari

મુંબઈ તરફથી આગળ વધી રહેલું નૈઋત્યનું ચોમાસાની જાણે શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્રને બાદ કરતા રાજ્યભરમાં મેઘરાજાની પધરામણી થઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં 77 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જેતપુર પાવીમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 27 તાલુકાઓમાં એકથી ચાર ઈંચ સુધી વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

 સુરત, છોટાઉદેપુર, શહેરા અને ગોધરામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના નિઝરમાં બે ઈંચ વરસાદ વરસ્યો  છે. ભારે ઉકળાટ બાદ ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લકીર ઉપસી આવી છે. આમ રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો છે.

Read Also

Related posts

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટ કેસ/ ૭૭ આરોપીઓ સામે ૧૪ વર્ષે સુનાવણી પૂર્ણ: આ તારીખે ચુકાદો, મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે કેસ ઓપન થશે

Bansari

અમદાવાદીઓ ચેતજો! વેક્સિનના બંને ડોઝ લેનારા લોકોને પણ સકંજામાં લઇ રહ્યો છે કોરોના, આટલા જ દિવસમાં 30 દર્દીઓને ભરખી ગયો જીવલેણ વાયરસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!