GSTV

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

કોરોના

Last Updated on July 31, 2021 by Bansari

વાત કરીએ દેશમાં કોરોના વાઈરસના કેસોની. દેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોના વાઈરસના કેસોમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના નવા 41 હજાર 649 કેસ નોંધાયા હતા. તો કોરોના વાઈરસથી મોતમાં પણ ધરખમ ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 593 લોકોનાં મોત સરકારી ચોપડે નોંધાયા છે. તો ગત 24 કલાકમાં દેશમાં 37 હજાર 291 લોકોએ કોરોનાને પરાજય પણ આપ્યો છે. હાલ દેશમાં ચાર લાખ આઠ હજાર 920 કોરોના વાઈરસના એક્ટિવ કેસ છે. તો દેશમાં અત્યાર સુધી 46 કરોડ 15 લાખ 18 હજાર 479 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.

ભારતમાં કોરોનાએ ફરી ઉચક્યું માથુ

કોરોનાના કેસ ઓછા થતાં લૉકડાઉન દૂર કરવા તેમજ નિયંત્રણો હળવા કરવા, જનતા દ્વારા કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવતા તેમજ કોરોનાના વધુ ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ જેવા કોરોનાના વેરિઅન્ટ ઝડપથી ચેપ ફેલાવી રહ્યા છે.

લોકોએ નિયમોનું પાલન ન કરતાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

વધુમાં લોકડાઉન દૂર થતાં તેમજ નિયંત્રણો હળવા થવાની સાથે લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું બંધ કરી દીધું હોવાથી પણ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ચિંતાજનક છે. કેરળ, તામિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, છત્તિસગઢ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ અને લામ્બ્ડા જેવા નવા વેરિઅન્ટથી કોરોનાના કેસ વધી રહ્યા છે.

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરથી તબાહી

વિશ્વના અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા કહી રહી છે.બીજી તરફ વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા છ લાખ 40 હજાર 266 કેસ નોંધાયા છે.જ્યારે 9 હજાર 252 દર્દીઓના મોત થયા છે.આ સાથે જ વિશ્વમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 19 કરોડ 79 લાખ 64 હજાર 735 થઈ છે.જ્યારે કુલ મૃત્યુઆંક 42 લાખ 23 હજાર 390 થયો છે.

કોરોના
  • વિશ્વભરમા ચિંતાજનક રીતે વધતા કોરોના કેસ
  • ૨૪ કલાકમાં વિશ્વમાં ૬.૪૦ લાખથી વધુ નવા કેસ
  • ૨૪ કલાકમાં વિશ્વમાં કોરોનાથી ૯,૨૫૨ દર્દીઓના મોત
  • વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૪૨.૨૩ લાખ થયો

દરમિયાન કોરોના મહામારીના કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય પ્રવાસી ફ્લાઈટ્સનું સસ્પેન્સન ૩૧મી ઑગસ્ટ સુધી લંબાવાયું છે તેમ નાગરિક હવાઈ ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ જણાવ્યું હતું. જોકે, કેસ-ટુ-કેસના આધારે સક્ષમ ઓથોરિટી પસંદગીના માર્ગો પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મંજૂરી અપાઈ શકે છે તેમ નાગરિક ઉડ્ડયનના ડિરેક્ટર જનરલે જણાવ્યું હતું.

કોરોના

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે નિયમિત આંતરરાષ્ટ્રીય પ્રવાસી સેવા ૨૩ માર્ચ, ૨૦૨૦થી બંધ છે, પરંતુ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને મે ૨૦૨૦થી શરૂ થયેલા વંદે ભારત મિશન અને જુલાઈ ૨૦૨૦થી પસંદગીના દેશો સાથે ‘એર બબલ’ વ્યવસ્થા હેઠળ ઉડ્ડયનની મંજૂરી અપાય આપવામાં આવે છે. ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ, કેન્યા, ભૂતાન અને ફ્રાન્સ સહિત ૨૪ દેશો સાથે એર બબલ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના ઉડ્ડયનને મંજૂરી આપી છે.

ગરીબો-ભીખારીઓ માટે વિશેષ રસીકરણ સત્રો ચલાવવા રાજ્યોને નિર્દેશ

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરીબો, વંચિતો, ભીખારીઓ અને રોજમદારો માટે વિશેષ રસીકરણ સત્રો યોજવા નિર્દેશ આપ્યા છે. આ લોકો જાતે રસી લેવા માટે કો-વિન પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે તેમ ન હોવાથી તેમજ રસીકરણ માટે તેમની પાસે પર્યાપ્ત સંશાધન ન હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યોને આ વર્ગ માટે વિશેષ સત્ર યોજવા કહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો આ પ્રકારના વિશેષ સત્રો યોજવા માટે એનજીઓ, સામાજિક સંસ્થાઓની મદદ લઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરમાં રસીકરણ અભિયાન લોકકેન્દ્રી છે અને સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકો રસી લઈ શકે તે માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!