કડીના ચાલાસણ ગામે 8 માસની બાળકીના મોત અંગે પેનલ રિપોર્ટમાં મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. બાળકીનું અમદાવાદની બીજે મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળકી પર જીવલેણ પદાર્થ નાખવામાં આવતા બાળકીનું મોત થયું હતું. પીએમ રિપોર્ટમાં બાળકીની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. બાળકી ઉપર એસિડ નાખીને હત્યા કરાઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. તપાસમાં બાળકીનો પિતા જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસે અટકાયત કરી છે.
બાળકી ઘોડિયામાં હતી દરમ્યાન મૃત્યુ થયેલું તેની માતાને જાણ થઈ હતી. બાદમાં બાળકી ઉપર એસિડ નાખ્યુ હોવાની શંકા પણ સેવવામાં આવી રહી હતી. ત્યારે બાળકીનું પીએમ કરી મોતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી બાળકીના પીએમ માટે અમદાવાદ લાવવામાં આવી છે. બાળકીના સગાઓનો આરોપ છે કે, તેનો પિતા દારૂનો વેપાર કરે છે.

READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો