જયંત ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલ તપાસ એજન્સીઓ સમક્ષ હાજર

jayanti bhanushali murder case

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં આખરે છબીલ પટેલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા છે. છબીલ પટેલ કેટલાક દિવસોથી અમેરિકામાં હતા અને અમેરિકાથી પરત ફરતા જ તેઓ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તેમની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે..થોડા દિવસ અગાઉ છબીલ પટેલના પુત્ર પણ સીટ સમક્ષ હાજર થયા હતા. છબીલ પટેલ વિરુદ્ધ લુકઆઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષ ગોસ્વામી તથા છબીલ પટેલસ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિક આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી હતી.

આ કેસ અગાઉ પણ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાલી વચ્ચે અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક શખ્સોએ ટ્રેનમાં તેમની હત્યા કરી હતી. હત્યામાં છબીલ પટેલની સંડોવણી હોવાનું પોલીસે જાહેર કર્યા બાદ છબીલ પટેલને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

લુક આઉટ નોટિસ જાહેર થઈ હતી

અગાઉ તમામ એરપોર્ટ પર છબીલ પટેલની લુકઆઉટ નોટીસ જાહેર થઈ ગઈ હતી. છબીલ પટેલના ભુજ અને અમદાવાદના બંગલે તેની ભાગેડું હોવાની નોટીસ પણ ચિપકાવી દેવામાં આવી હતી. તે સિવાય છબીલના ઈશારે હત્યા કેસના સાક્ષી પવન મૌર્યના ગાંધીધામના ઘરે અને ફેક્ટરી પર રેકી કરનારા તેમના વેવાઈ રસીક એસ.પટેલ તથા ભત્રીજા પિયુંષ ડી.વાસાણીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની જાણ હતી. અંતે તેમના રડારમાં છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ આવી ગયો હતો. ગોવામાં ગેસ્ટ હાઉસમાં છુપાયેલો સિધ્ધાર્થ પણ પોલીસને શરણે આવી ગયો હતો.અને હવે છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા તેની રેલવે પોલીસે અટકાયત કરી સીટ સમક્ષ હાજર કર્યો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter