GSTV
Home » News » ચૂંટણીની ચાલઃ ફોર્મ ભરીને કુંવરજી મંદિરની સાથે સાથે આ ધર્મસ્થાને પણ પહોંચ્યા

ચૂંટણીની ચાલઃ ફોર્મ ભરીને કુંવરજી મંદિરની સાથે સાથે આ ધર્મસ્થાને પણ પહોંચ્યા

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે જીત મેળવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં ગયેલા કુંવરજી બાવળીયાએ ઉમેદવારી નોંધાવતા પહેલા મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ કેઓ મસ્જિદમાં પણ ગયા હતા. કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડવા માટે બાવળીયાએ જસદણમાં ભાજપે રેલી કરી શક્તિ પ્રદર્શન કર્યુ હતું. ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ જસદણ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

કુંવરજી બાવળીયાના ડમી તરીકે તેમના પત્ની પારૂલબહેન બાવળીયાએ પણ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે.

Related posts

સ્કીનટાઇટ ગાઉનમાં ઝળક્યું કાર્તિક આર્યનની આ હૉટ એક્ટ્રેસનું કિલર ફિગર, લેટેસ્ટ ફોટોઝે વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

Bansari

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

Mayur

18 વર્ષના ક્રિકેટ કરિયર બાદ દિનેશ મોંગિયાએ લીધો સન્યાસ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!