GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ઈનોવેશન ઇન્ડેક્સમાં દેશમાં ગુજરાત પાછળ, 7 માપદંડના બનાવાયા હતા આધાર

નીતિ આયોગના ભારત ઇનોવેશન ઈન્ડેક્સમાં કર્ણાટક પ્રથમ ક્રમે આવ્યું છે. તમિળનાડુ બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. ઝારખંડ ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સના આધારે ભારત ઇનોવેશનના તળિયે છે, જ્યારે ઉત્તર પ્રદેશ સાતમા ક્રમે છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને નાના રાજ્યોની યાદીમાં દિલ્હીને પ્રથમ સ્થાન મળ્યું છે.

દેશના 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઈનોવેશન ક્ષેત્રે ક્ષમતા અને પરફોર્મન્સને આધારે ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરાયો છે. નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર અને મુખ્ય કાર્યકારી અધિકારી રાજીવ કુમારે ગુરુવારે આ અહેવાલ બહાર પાડ્યો છે.

આ પ્રસંગે રાજીવ કુમારે કહ્યું કે, દેશના વિવિધ રાજ્યોમાં નવીનતાના સાત ધોરણો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ આધાર પર તમામ રાજ્યોને રેન્કિંગ મળ્યું છે. ઈનોવેશન ક્ષેત્રે નવી તક ઉભી કરવી, પડકારોનો સામનો કરવો, સરકારી નીતિઓ દ્વારા ઈનોવેશનને પ્રોત્સાહન આપવું વગેરે ધોરણોના આધારે ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. ઈનોવેશન ઈન્ડેક્સ તૈયાર કરવા માટે 7 માપદંડને મુખ્ય આધાર બનાવાયા હતા, જેમાં માનવ મૂડી, રોકાણ, શિક્ષિત કામદારો, વ્યવસાય માટેનું વાતાવરણ, સુરક્ષા અને કાયદાકીય વાતાવરણને સક્ષમ માપદંડ તરીકે ગણાયા હતા. જ્યારે નોલેજ આઉટપૂટ અને નોલેજ ડિફ્યુઝનને પરફોર્મન્સ માપદંડ તરીકે ગણવામાં આવ્યા હતા.

રાજ્યોનું ત્રણ કેટેગરીમાં વર્ગીકરણ કરાયું હતું: પ્રમુખ રાજ્યો, ઉત્તર-પૂર્વ અને પર્વતીય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો/શહેરી રાજ્યો/નાના રાજ્યો. કર્ણાટક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષિત કામદાર, નોલેજ આઉટપૂટ અને બિઝનેસ એનવાયર્નમેન્ટમાં પ્રથમ રહ્યું છે. પ્રમુખ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર ઈનોવેશન માટે યોગ્ય વાતાવરણ પુરું પાડવામાં ટોચના સ્થાને રહ્યું છે. પ્રમુખ રાજ્યોમાં ટોચના ત્રણ ઉપરાંત તેલંગાણા, હરિયાણા, કેરળ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આંધ્રપ્રદેશનો ક્રમ રહ્યો છે.

જો આપણે બધા મોટા રાજ્યો પર નજર કરીએ તો કર્ણાટક 35.65 પોઈન્ટ સાથે ટોચ પર છે. તે પછી 32.98 સ્કોર સાથે તામિલનાડુ છે. 29.93 પોઇન્ટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. તેલંગાણા 22.06 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે જ્યારે 20.55 પોઇન્ટ સાથે હરિયાણા પાંચમાં સ્થાને છે. કેરળ 0.58 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે જ્યારે ઉત્તર પ્રદેશ 10.08 અંક સાથે સાતમા સ્થાને છે. 17 મોટા રાજ્યોની યાદીમાં ઝારખંડ 6.20 પોઇન્ટ સાથે છેલ્લા સ્થાને છે

જ્યારે બિહાર 7.99 પોઇન્ટ સાથે 16માં સ્થાને છે. આની ઉપર એક સ્થાન છત્તીસગઢ છે, જેને 8.06 ગુણ મળ્યા છે. મધ્ય પ્રદેશ 9.70 પોઇન્ટ સાથે 14 માં સ્થાને છે. કેન્દ્ર શાસિત પ્રદેશો અને નાના રાજ્યોના વર્ગમાં દિલ્હીનો 42.98 અંકો સાથે પ્રથમ ક્રમ છે. આ યાદીમાં બીજા સ્થાને ચંદીગઢ છે, જેને 27.97 પોઇન્ટ મળ્યા છે. ગોવા 22.49 પોઇન્ટ સાથે ત્રીજા છે જ્યારે પોંડીચેરી 13.94 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ઉત્તરપૂર્વ અને પર્વતીય રાજ્યોની શ્રેણીમાં સિક્કિમ પ્રથમ, હિમાચલ પ્રદેશ બીજા સ્થાને અને ઉત્તરાખંડ ત્રીજા સ્થાને છે.

READ ALSO

Related posts

સેનાને 300 કરોડના હથિયારો ખરીદવા સરકારે આપી ખુલ્લી છૂટ, અપાઈ આ ડેડલાઈન

Pravin Makwana

100 કરોડનો ફ્લેટ: કિંમત સાંભળી ચક્કર આવી જશે, પણ આ બિઝનેસ મેને ખરીદ્યો છે દેશનો સૌથી મોંઘો ફ્લેટ

Pravin Makwana

મોદી સરકારે ઓનલાઈન ક્લાસ માટે પણ જાહેર કરી ગાઈડલાઈન, સ્કૂલની જેમ ન ચલાવી શકો ક્લાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!