GSTV
Gujarat Government Advertisement

મોદીએ જે હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું તેમાં કેન્દ્રની યોજનાઓ બંધ, રૂપાણી સરકારનો આદેશ

Last Updated on October 9, 2019 by Arohi

સુરતમાં જે હોસ્પિટલનું નરેન્દ્ર મોદીના હસ્તે  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,આજે તે જ  કિરણ હોસ્પિટલમાં વડાપ્રધાનના અતિમહત્વકાંશી  આયુષ્યમાન યોજના ને બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે.

હોસ્પિટલ પર છે ગંભીર આરોપ

હોસ્પિટલ પર ગંભીર આરોપ છે કે સરકારની પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના, મા વાત્સલ્ય કાર્ડ અને મા અમૃતમ કાર્ડ હેઠળ ચાલી આવતી યોજનાનો લાભ ગરીબ વર્ગને પુરી પાડવામાં આવી નથી. સાથે જ લાભાર્થીઓ પાસેથી સારવાર નો ખર્ચ પણ રોકડમાં વસુલ કરવામાં આવ્યો છે. જો કે તેની સીધી અસર દર્દીઓ પર જોવા મળી રહી છે અને સારવાર માટે આવેલા દર્દીઓ એ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે હોસ્પિટલના તબીબ સ્નેહલ પટેલે જણાવ્યું કે, ગાંધીનગર થી મેલ દ્વારા જાણ કરવામાં આવી છે. ક્યાં કારણોસર યોજના બંધ કરવામાં આવી છે તેની જાણ નથી. પરંતુ આ મામલે હાલ પૂરતી યોજના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આરોગ્ય કમિશનર ના આ નિર્ણય બાદ હવેથી સરકારી યોજના હેઠળ કિરણ હોસ્પિટલ દર્દીઓને સારવાર આપી શકશે નહીં. જેથી હોસ્પિટલની બેદરકારી ના કારણે ભોગ હવે લાભાર્થીઓએ બનવાનો વારો આવ્યો છે.જ્યાં સરકારી યોજના હેઠળ ના લાભાર્થીઓએ આજે સારવાર માટે રીતસર અટવવાનો વારો આવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!