GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

VIDEO: આ શખ્સે ટ્રાફિક પોલીસ પર ચડાવી દીધી કાર, જીવ બચાવવા જુઓ શું કર્યું

ગુરુગ્રામમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનારા પોલીસકર્મીને કારચાલક કારનું ડ્રાઈવિંગ ચાલુ રાકીને કારના બોનેટ પર ઘસડવાનું ચાલુ રાખ્યું હતું. આ મામલે આરોપી કારચાલકની ધરપકડ કરવામાં આવી છે. ખોટી દિશામાં આવવાને કારણે હરિયાણાના ગુરુગ્રામમાં એક ટ્રાફિક પોલીસે જ્યારે એક કારને થોભવા માટે જણાવ્યું તો કાર ચાલકે રોકાવાના સ્થાને કાર ચલાવવાનું ચાલુ રાખ્યુ હતું. ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની કોશિશમાં પોલીસકર્મીને કારના બોનેટ પર ચઢીને પોતાનો જીવ બચાવવો પડયો હતો.

ગુરુગ્રામમાં સવારે ટ્રાફિકની ડ્યૂટી પર તેનાત પોલીસકર્મીએ નિયમોનું ઉલ્લંઘન કરનાર કારને થોભવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તે કારચાલક રોકાયો નહીં અને કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. આ પ્રકરણનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કારચાલક પોલીસ કર્મચારી સાથે ચર્ચા કરતો પણ દેખાઈ રહ્યો છે.

હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે. ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ચોક પાસે ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં આવતી કારને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ કાર નહીં થોભતા પોલીસકર્મીએ ખુદને બચાવવાના ચક્કરમાં કારના બોનેટ પર ચઢવાનો વારો આવ્યો હતો. જો કે ચાલકને થોડાક અંતરે જઈને પોતાની કાર રોકવી પડી હતી. સદભાગ્યે પોલીસકર્મીને કોઈ ઈજા પહોંચી ન હતી. પોલીસે કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva

કોરોના મહામારી વચ્ચે ફાર્મા એક્સપોર્ટમાં ઉછાળો, ભારતની આ દવાઓની વિશ્વમાં માંગ વધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!